- ડરાવ્યા બાદ રાહત આપી રહ્યું છે WHO
- સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કથી હારી જશે કોરોનાનું નવું સ્ટ્રેઈન
- બ્રિટનમાં ઘણી જગ્યાએ લાગ્યું લોકડાઉન
દિલ્લી: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના નિષ્ણાતનું કહેવું છે કે, સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરીને, હાથ ધોવા અને માસ્ક પહેરવા જેવી ટેવ અપનાવવાથી લોકો કોરોનાના નવા સ્ટ્રેઈનને હરાવી શકે છે. મારિયા વાન કેરખોવે સોમવારે સીએનએનથી બ્રિટનમાં ફેલાયેલા સંક્રમણને લઈને વાત કરી હતી. તેમણે કહ્યું કે, રીપ્રોડકશન રેટને સંક્રમિત વ્યક્તિની વાયરસ ફેલાવવાની ક્ષમતા તરીકે પણ ઓળખવામાં આવે છે.
તેમણે કહ્યું કે, વાયરસના નવા સ્વરૂપને રીપ્રોડકશન રેટ 1.1 થી વધીને 1.5 થયો છે. જો કે, કોરોનાની નવી લહેરની કોઈ અસર વેક્સીન અથવા વેક્સીનેશન પર થઈ નથી. તેમણે કહ્યું કે, અમને આશા છે કે, તેની અસર કોરોના વેક્સીન અથવા વેક્સીનેશન પર પડશે નહીં.
મારિયા વાને કહ્યું કે, ડબ્લ્યુએચઓ અને ડોકટરોએ બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેઈન પર અભ્યાસ કરવા માટે નવી સર્વલાયંસ સિસ્ટમની સ્થાપના કરી છે. હજી સુધી રોગની તીવ્રતામાં કોઈ વધારો જોવા મળ્યો નથી. એન્ટિબોડી વિકસિત કરવા માટે શરીરની ક્ષમતાને પણ જોવામાં આવી રહી છે. અને સતત અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
વધુમાં તેમણે કહ્યું કે, કોરોનાની નવી લહેરને ધ્યાનમાં રાખીને આપણે થોડી વધારે મહેનત કરવી પડશે. દરેક વ્યક્તિએ શારીરિક અંતરને અનુસરવું પડશે. ભીડભાડવાળા સ્થળોથી દૂર રહો.અને ઘરની અંદર રહેવું પડશે.
કોરોનાના નવા સ્ટ્રેઈન બી-117ને કારણે ક્રિસમસના પ્રસંગે લંડન અને સાઉથ ઇંગ્લેંડમાં લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રવિવારે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસનને લોકડાઉનની ઘોષણા કરતા લોકોને ક્રિસમસ અને નવા વર્ષની પૂર્વસંધ્યાએ ઘરની અંદર જ રહેવાની અપીલ કરી છે. ઘણા દેશોએ સંક્રમણ ફેલાવવાના ડરથી બ્રિટનથી આવતી ફ્લાઇટસ પર પ્રતિબંધ મૂક્યો છે.
-દેવાંશી