1. Home
  2. ગુજરાતી
  3. WHO એ ખાદ્ય પદાર્થોની જાહેરાતને લઈને ચિંતા વ્યક્ત કરી , કહ્યું બાળકો માટે તે હાનિકારક છે જેથી તેના માટે કાયદો બનાવો
WHO એ ખાદ્ય પદાર્થોની જાહેરાતને લઈને ચિંતા વ્યક્ત કરી , કહ્યું  બાળકો માટે તે હાનિકારક છે જેથી તેના માટે  કાયદો બનાવો

WHO એ ખાદ્ય પદાર્થોની જાહેરાતને લઈને ચિંતા વ્યક્ત કરી , કહ્યું બાળકો માટે તે હાનિકારક છે જેથી તેના માટે કાયદો બનાવો

0
Social Share

 

દિલ્હીઃ- વર્લ્ડ હેલ્થ ઓર્ગોનાઈઝેશન દ્રારા સતત સ્વનાસ્થઅયને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવે છએ ત્યારે હવે ટીવી પર આવતી ખાદ્ય પ્રદાર્થની જાહેરાતોને લઈને WHO એ ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે તે બાળકો માટે હાનિકારક છે આ સહીત તેમ પણ કહેવામાં આવ્યું છે કે  ખોરાકની જાહેરાતો બાળકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. 2009 થી બાળકોના ફૂડ એડવર્ટાઇઝિંગ પર 200 થી વધુ તબીબી અભ્યાસોમાં આ વાત સામે આવી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એ નવી માર્ગદર્શિકામાં આ માહિતી આપી છે.

WHO ના મત પ્રમાણે, મહત્તમ માર્કેટિંગ ફાસ્ટ ફૂડ, ખાંડ-મીઠાં પીણાં, ચોકલેટ, નાસ્તો અને મીઠાઈઓનું છે. મોટાભાગના બાળકો અથવા તેમના માતા-પિતા આ ખાદ્યપદાર્થો ખરીદતી વખતે, કેટલાક લોકો ખાદ્યપદાર્થોની કિંમત, એક્સપાયરી ડેટ તપાસે છે, પરંતુ આ વસ્તુ બનાવવામાં ઉપયોગમાં લેવાતા ઘટકો વિશે બહુ ઓછા લોકો જાણતા હોય છે.
સંસ્થા દ્રારા આ માર્ગદર્શિકા  3 જુલાઈએ ભારત સહિત તમામ સભ્ય દેશો સાથે શેર કરવામાં આવી ચૂકી  છે. ડબ્લ્યુએચઓએ આ માર્ગદર્શિકા તૈયાર કરવા માટે વિવિધ દેશોના 35 નિષ્ણાતોની સંયુક્ત ટીમ બનાવી હતી અને તેમની  ભલામણોના આધારે બાળકોને હાનિકારક અસરોથી બચાવવા માટે નવી નીતિઓ બનાવવામાં આવી છે. સાથે જ કહ્યું કે આ જાહેરાતોને કાયદાના દાયરામાં લાવવામાં આવે તેમ પણ સૂચનાઓ આપી હતી.
tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code