Site icon Revoi.in

કોણ હતા દારા શિકોહ? જેમનું માથું કાપીને ઔરંગઝેબની સામે રજૂ કરવામાં આવ્યું હતું

Social Share

નવી દિલ્હી: કહેવામાં આવે છે કે શાહજહાંના મોટા પુત્ર દારા શિકોહ જો બાદશાહ બનત, તો ઘણી મુઘલકાળની લડાઈઓને ટાળી શકાય હોત. જો કે દારા શિકોહનો જે અંત થયો તે કોઈએ તે સમયે વિચાર્યો ન હતો. મોદી સરકાર દ્વારા દારા શિકોહની કબરની તલાશ કરવા માટે એક ટીમ પણ બનાવી હતી. જેમાં સાહિત્ય, કળા અને વાસ્તુકળાના આધારે દારા શિકોહની કબર શોધવાની હતી.

મુઘલ બાદશાહ શાહજહાંના સયના ઈતિહાસકારોના લેખન અને કેટલાક દસ્તાવેજોથી ઉજાગર થાય છે કે દારા શિકોહને દિલ્હીમાં હુમાયૂંના મકબરામાં ક્યાંક દફન કરવામાં આવ્યા હતા. ચાલો જાણીએ ઈતિહાસના આ મહાનાયક દારા શિકોહ કોણ હતા.

દારા શિકોહ શાહજહાંના મોટા પુત્ર હતા અને મુઘલ પરંપરા પ્રમાણે પોતાના પિતા બાદ તેઓ રાજગાદીના ઉત્તરાધિકારી હતી. તેમના સંદર્ભે ઉપલબ્ધ જાણકારીઓ મુજબ, તેઓ પોતના સમયના મુખ્ય હિંદુઓ, બૌદ્ધો, જૈનો, ખ્રિસ્તીઓ અને મુસ્લિમ સૂફીઓ સાથે તેમના ધાર્મિક વિચારો પર ચર્ચા કરતા હતા. ઈસ્લામ સાથે, તેમની હિંદુ ધર્મમાં પણ ગાઢ રુચિ હતી અને તેઓ તમામ ધર્મોને સમાનતાની દ્રષ્ટિએ જોતા હતા.

શાહજહાં બીમાર હતા અને તેમના બીજા પુત્ર ઔરંગઝેબે તેમને સિંહાસન પરથી હટાવીને આગ્રામાં કેદ કર્યા હતા. તેના પછી ઔરંગઝેબે ખુદને બાદશાહ ઘોષિત કરી દીધો અને સિંહાસનની લડાઈમાં દારા શિકોહને પકડીને જેલમાં મોકલવામાં આવ્યા હતા. બીબીસીએ શાહજહાંનામાને ટાંકીને કહ્યુ છે કે જ્યારે શાહઝાદા દારા શિકોહને પકડીને દિલ્હી લાવવામાં આવ્યા, ત્યારે તેમના શરીર પર મેલા કપડા હતા. અહીંથી તેમને ખૂબ જ ખરાબ સ્થિતિમાં બાગીની જેમ હાથી પર સવાર કરાવીને ખિજરાબાદ પહોંચાડવામાં આવ્યા હતા. કેટલાક સમય માટે તેમને એક નાનકડી અને અંધારી જગ્યાએ રાખવામાં આવ્યા હતા. તેના કેટલાક દિવસોની અંદર તેમને મૃત્યુદંડ આપવાનો ઔરંગઝેબે હુકમ કર્યો હતો.

ઔરંગઝેબે દારા શિકોહના શરીરના બે ભાગ કરવાનો આદેશ આપ્યો હતો. તેના પછી જલ્લાદે તેમના માથાને શરીરથી અલગ કર્યું અને તેને ઔરંગઝેબની સામે રજૂ કર્યું. જો કે તેના પછી દારા શિકોહને ક્યાં દફન કરવામાં આવ્યા, તે રહસ્ય કોઈને ખબર નથી.

દારા શિકોહ ઈસ્લામની સાથે હિંદુ ધર્મમાં પણ રુચિ ધરાવતા હતા. તેઓ તમામ ધર્મોને સમાન દ્રષ્ટિથી જોતા હતા. તેણે બનારસના પંડિતોને બોલાવીને હિંદુ ધર્મના ઉપનિષદોને ફારસીમાં ભાષાંતરીત કરાવ્યા હતા. કહેવામાં આવે છે કે દારા શિકોહએ ભગવત ગીતા અને 52 ઉપનિષદોના અનુવાદ હિંદી-ફારસીમાં કરાવ્યા હતા. ઉપનિષદોનો આ ફારસી અનુવાદ યુરોપ સુધી પહોંચ્યો અને ત્યાં તેનો લેટિન ભાષામાં અનુવાદ કરાવાયો હતો. આનાથી ઉપનિષદો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લોકો સુધી પહોંચ્યા હતા. દારા શિકોહને ભારતમાં ઉદાર ચરિત્ર મુઘલ શહઝાદા તરીકે ઓળખવામાં આવે છે.