કીર સ્ટારમર બ્રિટનના આગામી વડાપ્રધાન હશે. તેમની લેબર પાર્ટીએ ચૂંટણીમાં જંગી જીત મેળવી છે. 186 બેઠકો સાથે, લેબર પાર્ટી 170ના જાદુઈ બહુમતીના આંકડાને પાર કરી ગઈ છે. વર્તમાન સત્તારૂઢ કન્ઝર્વેટિવ પાર્ટી અત્યાર સુધી 50 બેઠકો પણ જીતી શકી નથી. જો કે, આ ચૂંટણી પરિણામો આશ્ચર્યજનક નથી કારણ કે યુકેમાં ગુરુવારે (4 જુલાઈ) યોજાયેલી સામાન્ય ચૂંટણીઓ પછી, BBC, ITV અને Skyના એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીની મોટી જીતની આગાહી કરવામાં આવી હતી.
તેમની ઉંમર 61 વર્ષની છે… તેમણે રીગેટ ગ્રામર સ્કૂલ, યુનિવર્સિટી ઓફ લીડ્સ અને યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડ
માંથી શિક્ષણ મેળવ્યું છે… તેમણે વિક્ટોરિયા એલેક્ઝાન્ડર સાથે લગ્ન કર્યા છે તેનાથી તેમને એક પુત્ર અને એક પુત્રી છે. 2015થી હોલબોર્ન અને સેન્ટ પેનક્રાસ તેમના સંસદીય વિસ્તાર રહ્યા છે..
સ્ટારમર કોણ છે?
લેબર નેતા સ્ટારર વારંવાર પોતાને ‘શ્રમજીવી વર્ગની પૃષ્ઠભૂમિ’ ધરાવતા હોવાનું વર્ણવે છે. તેમના પિતા ટૂલમેકર હતા અને તેમની માતા નર્સ તરીકે કામ કરતી હતી.
સ્ટારમરની માતા ગંભીર રોગથી પીડિત હતી, જેમાં તેઓ આખરે બોલવા અને ચાલવામાં અસમર્થ થઇ ગયા હતા .
સ્ટારમર રીગેટ ગ્રામર સ્કૂલમાં ગયા, જ્યાં 16 વર્ષની ઉંમર સુધી તેમની ફી સ્થાનિક કાઉન્સિલ દ્વારા ચૂકવવામાં આવી હતી.
યુનિવર્સિટીમાં જનાર પરિવારમાં પ્રથમ વ્યક્તિ
બીબીસીના અહેવાલો અનુસાર શાળા પછી, તેઓ લીડ્ઝ અને બાદમાં ઓક્સફોર્ડમાં કાયદાનો અભ્યાસ કરીને યુનિવર્સિટીમાં જનારા તેમના પરિવારમાં પ્રથમ વ્યક્તિ બન્યા. 1987 માં, તેઓ બેરિસ્ટર બન્યા અને માનવ અધિકાર કાયદામાં નિષ્ણાત બન્યા. તેમનું કાર્ય તેમને કેરેબિયન અને આફ્રિકા લઈ ગયું, જ્યાં તેમણે મૃત્યુદંડનો સામનો કરી રહેલા કેદીઓનો બચાવ કર્યો.
90 ના દાયકાના અંતમાં, તેમણે કહેવાતા મેકલિબેલ કામદારોને તેમની સેવાઓ મફતમાં ઓફર કરી. ફાસ્ટ ફૂડની દિગ્ગજ કંપની મેકડોનાલ્ડ્સના પર્યાવરણીય દાવા પર સવાલ ઉઠાવતી પત્રિકાઓનું વિતરણ કર્યા બાદ આ લોકો કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહ્યા હતા.2008 માં, તેમને વરિષ્ઠ ફોજદારી ફરિયાદી, ઈંગ્લેન્ડ અને વેલ્સમાં જાહેર કાર્યવાહીના નિયામક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
રાજકીય સફર
2015માં તેઓ ઉત્તર લંડનમાં હોલબોર્ન અને સેન્ટ પેનક્રાસના સાંસદ બન્યા. તેમણે ભૂતપૂર્વ લેબર લીડર જેરેમી કોર્બીનની ફ્રન્ટબેન્ચ ટીમમાં તેમના શેડો બ્રેક્ઝિટ સેક્રેટરી તરીકે સેવા આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે બીજા EU જનમત પર વિચાર કરવો જોઈએ.
2019ની સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીની ધરખમ હાર બાદ, સ્ટારમર પાર્ટીના નેતા તરીકી ઊભા રહ્યા હતા, અને તેમાં જીત મેળવીને તેઓ પાર્ટીના નેતા બન્યા.. તેમના વિજય ભાષણમાં, તેમણે લેબર પાર્ટીને ‘આત્મવિશ્વાસ અને આશા સાથે નવા યુગમાં’ દોરી જવાનું વચન આપ્યું હતું.