કોમન વેલ્થ ગેમ્સમાં ભારતને પ્રથમ મેડલ અપાવનાર 21 વર્ષિય સંકેત મહાદેવ સરગર કોણ છે , જાણો તેના વિશેની કેટલીક વાતો
- કોમન વેલ્થ ગેમમાં પ્રથમ પદક અપાનવાર સંકેત મહાદેવ સરગર
- સંકેતે 55 કિગ્રા વેઈટલિફ્ટિંગમાં ભારત માટે પ્રથમ મેડલ જીત્યો.
કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતને પ્રથમ મેડલ મળવાપાત્ર બન્યું છે. ભારતના સંકેત મહાદેવ સરગરે વેઇટલિફ્ટિંગ 55 કિલોગ્રામ વજન વર્ગમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. તેણે સ્નેચમાં તેની ત્રણેય લિફ્ટ્સ સફળતાપૂર્વક ઉપાડી લીધી અને મોખરે રહ્યો. તેણે સ્નેચમાં 113 કિલો વજન ઉપાડ્યું, જ્યારે ક્લીન એન્ડ જર્કમાં તેણે માત્ર એક જ સફળ પ્રયાસ કર્યો અને 135 કિલો વજન ઉપાડ્યું. તેણે કુલ 245 કિલો વજન ઉપાડ્યું.અને ભારતને આ ખાસ ઉપલબ્ધિ પ્રાપ્ત કરાવી
કોણ છે સંકેત મહાદેવ સરગર જાણો
સંકેતની ઉમંર વિશે વાત કરીએ તો તે માત્ર 21 વર્ષનો છે આ સાથે જ તે, મહારાષ્ટ્રના સાંગલીનો રહેવાસી છે, જેણે તાજેતરમાં સિંગાપોર ઇન્ટરનેશનલ 2022માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે સિનિયર કોમનવેલ્થ ગેમ્સ 2021માં ગોલ્ડ જીતીને કોમન વેલ્ખ ગેમ્સ 2022 માટે ક્વોલિફાય કર્યું હતું.
21 વર્ષીય ખેલાડી સંકેત 2020માં ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ અને ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની ચેમ્પિયન રહી ચૂક્યો છે. તેણે 55 કિગ્રા વર્ગમાં રાષ્ટ્રીય રેકોર્ડ પણ બનાવ્યો છે.
સંકેત સરગરને ઓક્ટોબર મહિનામાં NIS પટિયાલા ખાતે તાલીમ દ્વારા ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યો હતો. સંકેત વેઇટલિફ્ટિંગમાં મજબૂત પરંપરા ધરાવે છે, 21 વર્ષીય કોલ્હાપુરની શિવાજી યુનિવર્સિટીમાં ઇતિહાસનો વિદ્યાર્થી છે.
સંકેત ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2020 અને ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2020 ચેમ્પિયન હતો અને 55 કિગ્રા વર્ગમાં રાષ્ટ્રીય રેકોર્ડ (સ્નેચ 108 કિગ્રા, ક્લીન એન્ડ જર્ક 139 કિગ્રા અને કુલ 244 કિગ્રા) પણ ધરાવે છે. તે આ અઠવાડિયે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પદાર્પણ કરતો જોવા મળશે .