Site icon Revoi.in

WHO એ દેશની કફ સિરપ કંપની વિરુદ્ધ ચેતવણી જારી કરી ,જાણો શું છે મામલો

Social Share

દિલ્હીઃ- વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને વિતેલા દિવસને બુધવારના રોજ ભારતમાં મેઈડન ફાર્માસ્યુટિકલ્સ દ્વારા બનાવવામાં આવતી ખાંસી અને શરદીની સિરપને લઈને ચેતવણી જારી કરી છે. ધ ગામ્બિયામાં 66 બાળકોના મોત બાદ આ ચેતવણી  જારી કરવામાં આવી હોવાના એહવાલ મળી રહ્યા છે.ત સપ્ટેમ્બરમાં ગામ્બિયામાં 60 બાળકોના મોત થયા હતા. આ બાળકોએ આ કફ સિરપ અપાઈ  હતી, જેના કારણે આ બાળકોની કિડનીમાં સમસ્યા સામે આવી હતી. ત્યાર બાદ સિરપની ચકાસણીનો  મુદ્દો ઉઠ્યો હતો.અને રિપોર્ટ કરાયો હતો.

ડબ્લ્યુએચઓએ પોતાના રિપોર્ટમાં આ પ્રોડક્ટને લઈને ચેતવણી જાહેર કરતા કહ્યું છે કે વિવાદિત પ્રોડક્ટ્સ અત્યાર સુધી ધ ગામ્બિયામાં મળી આવી હતી. હવે તે અન્ય દેશોમાં પણ વિતરિત કરી શકાય છે. માહિતી અનુસાર, તેની તપાસ માટે ચાર પ્રોડક્ટ્સના સેમ્પલની તપાસ કરવામાં આવી હતી.

વધુમાં પ્રાપ્ત વિગત પ્રમાણે  ભારતની આ કંપની દ્રારા બનાવાતી સીરપમાં  WHO એ તેના મેડિકલ પ્રોડક્ટ રિપોર્ટમાં કહ્યું છે કે લેબોરેટરી ટેસ્ટ દરમિયાન મેઇડન ફાર્માસ્યુટિકલ્સના કફ અને શરદી સિરપમાં ડાયેથિલિન ગ્લાયકોલ અને ઇથિલિન ગ્લાયકોલની વધુ માત્રા પ્રાપ્ત થઈ છે જેને સાખી લેવામાં નહી આવે.

આ કિસ્સામાં, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર-જનરલ, ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસે કહ્યું છે કે જે ચાર ઉત્પાદનોના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમાં મેઇડન ફાર્માસ્યુટિકલ લિમિટેડ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવેલ ખાંસી અને ઠંડા સિરપનો સમાવેશ થાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ દર્દીઓને વધુ નુકસાન અટકાવવા માટે તમામ દેશોમાં આવા ઉત્પાદનોને શોધી કાઢવા અને દૂર કરવાની ભલામણ કરી છે.

આ બાબતને લઈને WHO પરિક્ષમ કર્યું જેમાં લક્ષણોને ધ્યાનમાં રાખીને, નિષ્ણાતોનો અભિપ્રાય છે કે દવાને કારણે કિડનીની ગંભીર રીતે ખરાબ થવાના કિસ્સામાં વધારો થઈ શકે છે. સૌથી વધુ અસરગ્રસ્ત પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો જુલાઈના અંતમાં જોવા મળ્યા હતા.