આજે પણ ભારતમાં તથા વિશ્વના તમામ દેશોમાં મોટી સંખ્યામાં એવા લોકો છે કે જે લોકો લોટરી ખોલાવે છે અને તેના માધ્યમથી કરોડપતિ બનવાની ઈચ્છા રાખીને બેઠા હોય છે. આ રમત એવી છે કે જેમાં નસીબ કામ કરતા હોય છે એમ કહી શકાય, કારણ કે લોટરી ખોલાવનાર લાખો વ્યક્તિમાંથી એકને લોટરી લાગતી હોય છે અને બાકીના લોકોને નિરાશાનો સામનો કરવો પડતો હોય છે.
આવો જ એક કિસ્સો બન્યો છે જેમાં મહિલા દ્વારા અજાણ્યા વ્યક્તિની સલાહ લઈને લોટરી ખોલાવવામાં આવી અને પછી એ મહિલાનું કિસ્મત એવું ચમક્યું કે તેને 31 કરોડ રૂપિયાની લોટરી લાગી.
વાત એવી છે કે મહિલા પોતાના પતિની સાથે ગેસ સ્ટેશન પર લાઈનમાં ઊભી હતી. ત્યારે એક વ્યક્તિ તેની પાસે આવ્યો અને તેને કહ્યું, 30 ડોલરની લોટરી ટિકિટ ખરીદવી જોઈએ, તેણે દાવો કર્યો હતો કે, તે આ લોટરી ટિકિટથી 31 કરોડ જેટલી રકમ જીતી શકે છે.
થોડો વિચાર કર્યા પછી, મહિલાએ ટિકિટ ખરીદી લીધી. તેના પછી કપલે તે ટિકિટને સ્ક્રેચ કરી. કપલે જોયું કે તેઓ એટલી જ રકમ જીત્યા છે, જેટલી રકમ જીતવાનો દાવો તે વ્યક્તિએ કર્યો હતો. આ રીતે મહિલા કરોડપતિ બની ગઈ, જેની તેણે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. પ્રાઈવસીના કારણે મહિલાનું નામ જાહેર કરવામાં નથી આવ્યું