Site icon Revoi.in

WHO એ ‘આરોગ્ય સેતુ એપ’ના કર્યા વખાણ – કહ્યું,કોરોના સામેની લડાઈમાં મદદ મળી

Social Share

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ એડોમ ગ્રેબેસિયસએ કોરોના સામેની લડાઈમાં રજુ કરવામાં આવેલી આરોગ્ય સેતુ એપની સરાહના કરી છે,તેમણે  બાબતે કહ્યું કે,આ એપની મદદથી સ્વાસ્થ્ય અધિકારીઓને કોરોના ક્લ્સ્ટરની માહિતી મેળવવા અને કોરોના ટેસ્ટિંગ કરવામાં ઘણી રાહતથી સરળતા અને મદદ મળી છે.

WHOના પ્રમુખ એ કહ્યું કે, ભારતમાં 15 કરોડ લોકોએ આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે. આ  થકી શહેરના જાહેર આરોગ્ય વિભાગોને ક્લસ્ટર વિસ્તારોને ઓળખવામાં મદદ કરી રહ્યું છે આ સિવાય આરોગ્ય સેતુ એપ્લિકેશન લક્ષ્યાંક રીતે પરીક્ષણ કરવામાં મદદ કરી રહી છે.

આ પહેલા ડબ્લ્યુએચઓનાં વડા ટેડ્રોસ એડોમ ગ્રેબેસિઅસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના તે આશ્વાસનની પ્રશંસા કરી હતી કે પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત તેની વેક્સિન ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ કોવિડ -19 સામે લડનારા દેશોની સહાય માટે કરશે.

સાહીન-