Site icon Revoi.in

ભારતે કરેલી અફઘાનિસ્તાનની મદદ બદલ WHO એ ભારતની કરી પ્રસંશા – કહ્યું ‘ભારત જેવા ઉદારદાનદાતાના અમે આભારી’

Social Share

દિલ્હીઃ ભારત દેશ સતત અન્ય દેશને મદદ કરતો દેશ છે,જે કોઈ દેશ મુશ્કેલ સમયમાં પછડાઈ છે ભારત તેની મદદે આવી જાય છે ત્યારે ભારતની આ ઉદારનિતીના હવે વિશ્વ આરોગ્ય સંસ્થાે પણ વખાણ કર્યા છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ એ કટોકટીનો સામનો કરી રહેલા અફઘાનિસ્તાનના લોકોને ખોરાક સહિત વિવિધ સહાય પૂરી પાડવા બદલ ભારતની પ્રશંસા કરી છે. તાલિબાને બે વર્ષ પહેલા અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કરી હતી. ભાગીદારી હેઠળ, ભારતે અફઘાનિસ્તાનમાં UNWFP કેન્દ્રોને કુલ 47500 MT ઘઉંની સહાય પૂરી પાડી હતી ત્યારે હવે વિશઅવ આરોગ્ય સંસ્થા દ્રારા ભારતના આ કાર્યની સરહાના કરવામાં આવી રહી છે.

તાલિબાનીઓ દ્રારા સતત ત્રાસવાદનો ભોગ બનેલા અને ભૂખમરાનો સામનો કરી રહેલા અફઘાનિસ્તાનને ભારતે અત્યાર સુઘી ઘણી મદદ કરી છે,ભારતે અફઘાનિસ્તાનમાં ઘઉંના વિતરણ માટે સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ ખાદ્ય કાર્યક્રમસાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારી હેઠળ, ભારતે અફઘાનિસ્તાનમાં UNWFP કેન્દ્રોને કુલ 47,500 MT ઘઉંની સહાય પૂરી પાડી હતી. ભારતે અત્યાર સુધીમાં લગભગ 200 ટન તબીબી સહાય પૂરી પાડી છે જેમાં COVID-19 રસીઓ અને સાધનો, આવશ્યક દવાઓનો સમાવેશ થાય છે.

તાલિબાન દ્રાર અફઘાનિસલ્તાન પર કબ્જો જમાવવામાં આવ્યો ત્યારથી ત્યારથી દેશ માનવીય સંકટનો સામનો કરી રહ્યો છે. ભારત અફઘાન લોકોને તબીબી અને ખાદ્ય સહાય સહિત અન્ય માનવતાવાદી સહાય પૂરી પાડી રહ્યું છે. WFP એ X  પર જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં 16 મિલિયન લોકોએ આ વર્ષના પ્રથમ છ મહિનામાં WFP તરફથી ખોરાક મેળવ્યો હતો. અમે ભારત જેવા ઉદાર દાતાઓના આભારી છીએ જેમણે આ શક્ય બનાવ્યું