Site icon Revoi.in

ભારતમાં મળી આવેલા ડેલ્ટા વેરિયન્ટને લઈને WHOના વૈજ્ઞાનિકોએ કહી મોટી વાત

Social Share

દિલ્હી : વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિકે શુક્રવારે કહ્યું હતું કે, ભારતમાં સૌથી પહેલા મળી આવેલ કોરોના વાયરસનો ડેલ્ટા વેરિયન્ટ હવે દુનિયાભરમાં આ બીમારીનું સૌથી મોટું કારણ બનતો જાય છે.ડબ્લ્યુએચઓનાં મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામિનાથને જિનીવા હેડક્વાર્ટર ખાતે એક પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે, ડેલ્ટા વેરિયન્ટ તેના વધતા સંક્રામક ક્ષમતાની સાથે દુનિયાભરમાં કોરોના મહામારી ફેલાવવા માટે જવાબદાર બની રહ્યો છે.

સ્ટડીથી જાણવા મળ્યું કે ડેલ્ટા આલ્ફા કરતા લગભગ 60 ટકા વધુ સંક્રામક છે. આલ્ફા વેરિયન્ટ પહેલીવાર બ્રિટેનમાં જોવા મળ્યો હતો. ડબ્લ્યુએચઓએ બુધવારે જણાવ્યું હતું કે, આ વેરિએન્ટ 80 થી વધુ દેશોમાં ફેલાયો છે અને તે દુનિયાભરમાં ફેલાતા જ તે બદલાતો રહે છે. રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રો અનુસારતે હવે યુએસમાં આવેલા તમામ નવા કેસોમાં તે હવે 10 ટકા છે.જે ગયા અઠવાડિયે 6 ટકાથી વધારે છે.

હાલમાં બ્રિટેનમાં  ડેલ્ટા વેરિયન્ટ ત્યાં મુખ્ય સ્ટ્રેન બની ગયું છે. ડેલ્ટા વેરિયન્ટને કારણે હવે યુકેમાં 60 ટકાથી વધુ નવા કેસો નોંધાયા છે.