મંકીપોક્સ થોડા મહિનાઓમાં ચરમસીમાએ પહોંચવાની WHOના વૈજ્ઞાનિકોની ચેતવણી
નવી દિલ્હીઃ મંકીપોક્સ દિવસેને દિવસે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, હાલમાં દર બે અઠવાડિયે તેના કેસ બમણા થઈ રહ્યા છે. મંકીપોક્સના ફેલાવાને રોકવા માટે રસ્તાઓ બંધ છે. આ રોગ અંગે ચિંતા વ્યક્ત કરતા વૈજ્ઞાનિકોએ કહ્યું કે, આ રોગચાળો ચરમસીમાએ પહોંચવામાં થોડા મહિના લાગી શકે છે.
WHO મુજબ, 2 ઓગસ્ટ સુધીમાં 88 દેશોમાં મંકીપોક્સના 27,000 થી વધુ કેસની પુષ્ટિ થઈ છે. જ્યારે અગાઉ આ આંકડો 70 દેશોમાં 17,800 દર્દીઓ સુધી મર્યાદિત હતો. વૈજ્ઞાનિકો માને છે કે, હાલ આગળ આગાહી કરવી મુશ્કેલ છે, પરંતુ વાયરસના લાંબા ગાળાના સંક્રમણની આશા છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, લોસ એન્જલસમાં રોગશાસ્ત્રના પ્રોફેસર એન રિમોઈને કહ્યું છે કે, આપણે સામે આવવું પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં દિલ્હી અને કેરળમાં મંકીપોક્સના કેસ સામે આવ્યાં છે. દેશમાં મંકીપોક્સના કેસ સામે આવતા કેન્દ્રીય આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ દેશના તમામ રાજ્યોને સતર્ક રહેવા તાકીદ કરાઈ છે.