1. Home
  2. ગુજરાતી
  3.  કોરોના વેક્સિન બાબતે WHO નું નિવેદન – વર્ષના અંત સુધી ઉપલબ્ધ થઈ શકે છે વેક્સિન
 કોરોના વેક્સિન બાબતે WHO નું નિવેદન – વર્ષના અંત સુધી ઉપલબ્ધ થઈ શકે છે વેક્સિન

 કોરોના વેક્સિન બાબતે WHO નું નિવેદન – વર્ષના અંત સુધી ઉપલબ્ધ થઈ શકે છે વેક્સિન

0
Social Share
  • કોરકોના વેક્સિન બાબતે WHO એ આપ્યું નિવેદન
  • વર્ષના અંત સુધીમાં વેક્સિન ઉપલબ્ધ થઈ શકે છે
  • વિશ્વના તમામા દેશોને સમાન વિતરણ કરવાની પ્રકતિબદ્ધતા

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની વેક્સિનને લઈને અનેક તબક્કે પરિક્ષણો થઈ રહ્યા છે ત્યારે વિશ્વ આરોગ્યસંગઠનએ એક સારા સમાચાર આપ્યા છે, WHOના પ્રમુખ ટેડ્રોસ અડનોમ ગેબ્રિયેસસના જણઆવ્યા પ્રમાણે, કોરોનાની એક સુરક્ષિત અને કારગાર વેતક્સિન આ વર્ષના અંત સુધીમાં તૈયાર થઈ શકે છે,આ સાથે જ WHOના પ્રમુખે વિશ્વના દરેક નેતાઓને કોરોના વેક્સિનનું વેક્સિનનું સમાન વિતરણ કરવા પણ જણાવ્યું છે.

વર્ષના અંત સુધી કોરોના વેક્સિન ઉપલબ્ધ થઈ શકે છે

ડબ્લ્યુએચઓના એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠકમાં ટેડ્રોસે કહ્યું કે, આપણાને વેક્સિનની જરૂર છે અને આશા છે કે આ વર્ષના અંત સુધીમાં આપણા પાસે આ વેક્સિન ઉપલબ્ધ થઈ જશે, આપણને એક બીજાની જરૂરત છે, આપણે એકતાની જરૂર છે અને આપણે વાયરસ સામે લડવા માટે સંપૂર્ણ ઊર્જાનો ઉપયોગ કરવાની જરૂર છે.

WHO ની કોવાક્સ ગ્લોબલ વેસ્કિન સુવિધામાં હાલમાં 9 પ્રાયોગિક વેક્સિન હાલ કાર્યરત છે, ટેડ્રોસે કહ્યું, “ખાસ કરીને ખાસ કરીને જે પણ પ્રોજેક્ટસ અને વેક્સિન કાર્ય હેઠળ છે તે તમામમાં જરુરી બાબત એ છે કે,વેક્સિનના સમાન વિતરણને લઈને આપણા નેતાઓની રાજકીય પ્રતિબદ્ધતા છે.”

કોવેક્સ ફએસિલિટી અને ગવી ગઠબંઘનમાં 168 દેશો જોડાયા

WHO ની કોવેક્સ ફેસિલિટી અને ગવી (GAVI) વેક્સિન ગઠબંઘન, કોરોનો વેક્સિનના ઉમેદવારને એક્સેસ પ્રદાન કરે છે. કોવેક્સ સાથે કરાર કરનારા દેશોને નવા રસી ઉમેદવારોના વિશાળ પોર્ટફોલિયો સુઘી પોહંચ મળી શકે છે. અત્યાર સ સુધી 168 દેશો કોવેક્સ સુવિધામાં જોડાયા છે. જોકે, ચીન, અમેરિકા અને રશિયા જેવા દેશો તેમાં સામેલ થયા નથી.

જીએવીઆઈ વેક્સીન ગઠબંધનના બોર્ડેએ પહેલાથી 92 ઓછા અને મધ્યમ આવકવાળા દેશો માટે રસીની ડિલિવરી, તકનીકી સહાયતા અને કોલ્ડ ચેઇન સાધનો માટે રૂ. 15 કરોડની મંજૂરી આપી દીધી છે.

યુરોપના ડ્રગ રેગ્યુલેટર ફાઇઝર ઇંક. અને બાયોએનટેકે તાજેતરમાં જ પોતાની પ્રાયોગિક વેક્સિનની પ્રારંભિક સમીક્ષાઓ શરૂ કરી છે. આ દવાઓની એજન્સીને તે જાણવામાં મદદ કરશે કે વેક્સિન તેના ટ્રાયલમાં કેવું પ્રદર્શન કરે છે.

યુ.એસ. માં કંપનીઓને ઝડપી ટ્રેક સમીક્ષાની મંજૂરી

યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનને કોરોના વાયરસ વેક્સિન ડેવલપર્સને જણાવ્યું હતું કે, પ્રાયોગિક વેક્સિનના કટોકટીના ઉપયોગના આવેદનની સમીક્ષા માટે ઓછામાં ઓછા બે મહિના સુરક્ષા ડેટાની જરૂરત રહેશે. તાજેતરમાં ફાઈઝરએ કહ્યું હતું કે તે ઓક્ટોબરની શરૂઆતમાં તેની વેક્સિન માટે નિયમનકારી મંજૂરી મેળવી લેશે. યુ.એસ. માં કંપનીઓને ઝડપી ટ્રેક સમીક્ષાની મંજૂરી આપવામાં આવી છે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code