- ભારતની કફ સિરપ વિવાદમાં
- હવે આ બબાતે WHO એ ચેતવણી જારી કરી
દિલ્હીઃ- છેલ્લા ઘણા સયથી ભારતની કફ સિરપને લઈને વિવાદ ચાલી રહ્યો છે,વાત જાણે એમ હતી કે ઉઝબેકિસ્તાનમાં કફ સિરપને કારણે 60થી વધુ બાળકોના મોત થયા હતા ત્યાર બાદ વર્લ્ડ હેલ્થ ઓગ્રોનાઈઝેશને આ મામલે દખલગીરી કરી હતી ત્યારે હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એ ભલામણ કરી છે કે નોઈડા સ્થિત કંપની મેરિયન બાયોટેક દ્વારા બનાવેલ બે કફ સિરપ ઉઝબેકિસ્તાનના બાળકો માટે ઉપયોગમાં લેવી જોઈએ નહીં.
ડબલ્યૂએચઓ દ્રારા આ સિરપની ગેરંટિ લેવામાં આવી નથી તેવું જણાવતા કહેવામાં આવ્યું છે કે “આ બે પ્રોડક્ટ્સ એમ્બ્રોનોલ સીરપ અને ડીઓકે-1 મેક્સ સીરપ છે જે પ્રોડક્ટ્સના ઉત્પાદક મેરિયન બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ (ઉત્તર પ્રદેશ, ભારત)માં સ્થિતિ છે… આ ઉત્પાદકે સલામતી અને ગુણવત્તાની ચકાસણી કરી છે. આ ઉત્પાદનો.” આજ સુધી WHO એ આ અંગે કોઈ ગેરેંટી આપી નથી
પ્રાપ્ત જાણકારી પ્રમાણે વિતેલા દિવસને બુધવારના રોજ તબીબી ઉત્પાદન ચેતવણીમાં, WHO એ જણાવ્યું હતું કે મેરિયન બાયોટેક દ્વારા બનાવવામાં આવેલ “સબસ્ટાન્ડર્ડ મેડિકલ પ્રોડક્ટ્સ” એ “ઉત્પાદનો છે જે ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યું છે અને તેથી તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં…”
આ સાથે જ WHOએ તેની વેબસાઇટ પર પોસ્ટ કરેલી ચેતવણીમાં જણાવ્યું હતું કે, “આ WHO મેડિકલ પ્રોડક્ટ એલર્ટ બે સબસ્ટાન્ડર્ડઉત્પાદનોના સંદર્ભમાં છે, જે ઉઝબેકિસ્તાનમાં સબસ્ટાન્ડર્ડ હોવાનું જણાયું હતું અને 22 ડિસેમ્બર, 2022ના રોજ WHOને જાણ કરવામાં આવી હતી..સબસ્ટાન્ડર્ડ મેડિકલ પ્રોડક્ટ્સ એ એવા ઉત્પાદનો છે જે ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયા છે જેનો ઉપયોગ ન કરવો હિતાહવ છે.