દિલ્હી – વિશ્વ આરોગ્ય સંસ્થાએ એટલે કે WHO સભ્ય દેશોને શ્વસન સંબંધી રોગોમાં વધારો અને કોરોનાના નવા સબવેરિયન્ટ JN.1 અંગે ચેતવણી આપી છે. WHOએ કહ્યું છે કે વાયરસ તેમનું સ્વરૂપ બદલી રહ્યા છે. આવી સ્થિતિમાં તમામ સભ્ય દેશોએ મજબૂત દેખરેખ રાખવી જોઈએ જેથી કરીને રોગોના ફેલાવાને અટકાવી શકાય.
એ દેખીતું છે કે ફરી એક વખત કોરોનાના નવા વેરીએન્ટને લઈને ચિંતા ફેલાય છે કો હાલમાં 68 ટકા કોરોના કેસ સબવેરિયન્ટ JN.1 ને કારણે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને સભ્ય દેશોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સંબંધિત નિયમોનો અમલ કરવા અને કડક દેખરેખ રાખવાની પણ અપીલ કરી છે.
આ સાથે જ વધુ માં WHO એ કોરોન પર સંસ્થાની ટેકનિકલ લીડ મારિયા વાન કેરખોવનો સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કર્યો છે. આ વિડિયોમાં કેરખોવે શ્વસન સંબંધી રોગોના ફેલાવાના કારણો સમજાવ્યા છે અને તેનાથી બચવા માટે શું સાવચેતી રાખવાની જરૂર છે તેની પણ માહિતી આપી છે.
મહિટી મુજબ સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં કહવામાં આવ્યું છે કે વિશ્વમાં શ્વસન સંબંધી રોગો સતત વધી રહ્યા છે. તેમાં કોરોના વાઈરલ, ફ્લૂ, રાઈનો વાયરસ, માયકોપ્લાઝમા ન્યુમોનિયા અને અન્ય રોગોનો સમાવેશ થાય છે. SARS CoV-2 સતત પોતાની જાતને બદલી રહ્યું છે. કોરોનાનું સબવેરિયન્ટ JN.1 પણ ફેલાઈ રહ્યું છે.
આ સાથે જ આ શેર કરેલ વિદેઓમાં વધુ માં એમ પણ જણાવાયું છે કે શ્વસન સંબંધી બિમારીઓના ફેલાવા માટે ઘણા પરિબળો ફાળો આપે છે, જેમાંથી એક વર્તમાન રજાઓની મોસમ છે, જેમાં પરિવારો ભેગા થાય છે અને મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરે છે. આવી સ્થિતિમાં સરકારોએ ચાંપતી નજર રાખવાની જરૂર છે.
કેરખોવે જણાવ્યું હતું કે શિયાળાની ઋતુમાં લોકો ઘરની અંદર વધુ સમય વિતાવે છે. આવી સ્થિતિમાં જો ઘરમાં વેન્ટિલેશનનો અભાવ હોય તો રોગ ફેલાવાનો ખતરો વધી જાય છે. ઉલકલેખણિયા છે કે આ દિવસોમાં પશ્ચિમી દેશોમાં ક્રિસમસની રજાઓ છે. આ જ કારણ છે કે કોરોના અથવા અન્ય શ્વસન રોગો ફેલાવાની સંભાવના છે.