ભારતની વધુ કફ સિરપને લઈને WHO એ ચેતવણી જાહેર કરી – ચકાચણી બાદ સ્વાસ્થ્ય માટે જોખમી ગણાવી
દિલ્હીઃ- ભારતમાં બનનારી કફ સિરપને લઈને અગાઉ વિવાદ સર્જાય ચૂક્યો છે કેટલાક બાળકોમાં વિદેશમાં મોતનું કારણ આ સિરપને ગણવામાં આવી હતી,દુનિયાના ઘણા દેશોમાં કફ સિરપના કારણે 300થી વધુ બાળકોના મોત થયા હતા, જે બાદ WHOએ એલર્ટ જાહેર કર્યું હતું. ગામ્બિયા અને ઉઝબેકિસ્તાનમાં બાળકોના મોત બાદ ભારતીય કંપનીઓના નામ સામે આવ્યા હતા,ત્યારે હવે વધુ ભારતની એક કફ સિરપ વિવાદમાં આવી છે વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ કફ સિરપને લઈને ચેતવણી જાહેર કરી છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ જે કફ સિરપને લઈવે ચેતવણી આપી છે તે કફ સિરપ આ કોલ્ડ આઉટ સિરપ (પેરાસિટામોલ એન્ડ ક્લોરફેનિરામાઈન મેૈલેટ) નું ઉત્પાદન તમિલનાડુ સ્થિત ફોર્સ્ટ ઈન્ડિયા લેબોરેટરી પ્રાઈવેટ સિમિટેડ દ્રારા મહારાષ્ટ્ર સ્થિત ડાબી લાઈફ ફાર્મા લીમિટેડ d માટે કરવામાં આવ્યું છે.
માહિતી અનુસાર આ ભારતમાં બનાવવામાં આવેલી આ કફ સિરપના નમૂનાઓ ઈરાકમાંથી એકત્ર કરવામાં આવ્યા હતા, ત્યાર બાદ જણાવવામાં આવ્યું છે કે તેમાં ઈથિલિન ગ્લાયકોલ અને ડાયથાઈલિન ગ્લાયકોલની માત્રા ઘણી વધારે જોવા મળી છે જે માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી છે.આ જાણકારી બાદ હવે આ કફ સિરપ પર જલ્દી જ પ્રતિબંધ લગાવી શકાય છે. આ સાથે કંપની સામે કાર્યવાહી પણ થઈ શકે છે. આ કફ સિરપનો ઉપયોગ સામાન્ય શરદી અને એલર્જીના પ્રારંભિક લક્ષણોની સારવાર માટે થાય છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ જારી કરેલા રિપોર્ટમાં કહ્યું છે કે ભારતમાં બનેલા આ કોલ્ડ આઉટ સિરપમાં ડાયેથિલિન ગ્લાયકોલ 0.25 ટકા અને ઇથિલિન ગ્લાયકોલની માત્રા 2.1 ટકા3 મળી આવી હતી. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક WHO દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઇથિલિન ગ્લાયકોલ અને ડાયેથિલિન ગ્લાયકોલ બંને માટે 0.10 ટકા જ મર્યાદા નક્કી કરવામાં આવી છે. આનાથી વધુ માત્રામાં હોવું સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે.જેનું સેવન ઝેર ઉત્પનન્ કરે છે.
tags:
who