- આજે દેશના 5 રાજ્યોની સરકાર પર ફેંસલો
- ચૂંટણીનું પરિણામ થશે જાહેર
દિલ્હીઃ- દેશના 5 રાજ્યોમાં થોડા દિવસ અગાઉ ચૂટણી યાજાય હતી ત્યારે હવે દરેક લોકોની નજર આ ચૂંટણીના પરિણામ પર ટકેલી છે, આજે 10 માર્ચના રોજ વિધાનસભાની 5 રાજ્યોની ચૂંટણીના પરિણામો જાહેર થનાર છે આ સાથે જ નક્કી થશે કોની બનશે સરકાર તો કયા પક્ષને મળશે હાર.
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણીપુર અને ગોવા આ 5 રાજ્યોમાં ચૂંટણી યોજાઈ હતી, ત્યારે આ ચૂંટણીના પરિણામને લઈને આજે વહેલી સવારથી જ તૈયારીઓ થઈ રહી છે, આ સાથે જ 5 રાજ્યોના ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય આવી જશે, જો કે એક્ઝિટ પોલની માનીએ તો બીજેપીને જીતવાની આશાઓ સેવાઈ રહી છે.છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી મજબૂત પક્ષ બનીને ઊભરી આવી છે
એક્ઝિટ પોલમાં ઉત્તરપ્રદેશમાં બીજેપીની સરકાર બને તેવા એંધાણ છે ત્યાં જ પંજાબમાં આમ આદમી પાર્ટી જીતવાના એઘાણ વર્તાઈ રહ્યા છે઼ તો બીજી તરફ ઉત્તરાખંડની વાત કરીએ તો ઉત્તરાખંડમાં સીએમ ધામીનો ક્રેઝ જોવા મળ્યો છે. આ સાથે જ ગોવા અને મણિપુરમાં પણ ભાજપ બાજી મારી જશે તેવા અનુમાન લગાવવામાં આવી રહ્યા છે.ત્યારે હવે 8 વાગ્યાથી મતગણતરી શરુ થશે અને દેરક પક્ષના ભઙવિષ્યનો ફેંસલો આવશે