Site icon Revoi.in

2024માં કોણ બનશે વડાપ્રધાન? સર્વેમાં જાણવા મળ્યો દેશનો અભિપ્રાય

Social Share

દિલ્હી:દેશમાં આવતા વર્ષે લોકસભાની ચૂંટણી થવા જઈ રહી છે. દરેક રાજકીય પાર્ટી જોરદાર તૈયારી બતાવવામાં આવી રહી છે. આવામાં એક સર્વે કરવામાં આવ્યો છે જેમાં સામાન્ય જનતાનો મૂડ જાણવા મળ્યો છે.

જો તમારે સીધુ પીએમ પદ પસંદ કરવું હોય તો તમે કોને પસંદ કરશો? આ સવાલના જવાબમાં 59 ટકા લોકોએ કહ્યું કે તેઓ વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વધુ એક વાર PM તરીકે સ્વીકારશે. 32 ટકા લોકોએ કહ્યું કે તેઓ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પસંદ કરશે. 4 ટકા એવા પણ હતા જેમણે કહ્યું હતું કે તેઓ બંનેમાંથી કોઈની પસંદગી કરશે નહીં. 5 ટકા લોકોએ આ પ્રશ્નનો જવાબ ખબર નથી તેવો જવાબ આપ્યો હતો.

પીએમ પદની ચૂંટણી હોય તો તમે કોને ચૂંટશો ?

· નરેન્દ્ર મોદી 59 ટકા
· રાહુલ ગાંધી 32 ટકા
· બંને નહીં 4 ટકા
· ખબર નથી 5 ટકા

શનિવારે બે દિવસીય મંથન બેઠકના સમાપન દિવસે ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓ અને પ્રદેશ પ્રમુખોને સંબોધતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, ભાજપનું પ્રદર્શન એવું હોવું જોઈએ કે વિપક્ષ સ્તબ્ધ થઈ જાય. વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા અને ભાજપ વચ્ચે સીધી લડાઈ થવાની સંભાવના છે.

2019ની ચૂંટણીમાં શાસક પક્ષને 37 ટકાથી વધુ વોટ મળ્યા હતા. જ્યારે તેમના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સને લગભગ 45 ટકા વોટ મળ્યા હતા. રાહુલ ગાંધી મોદી સરકારની નીતિઓ સામે સૌથી વધુ અવાજ ઉઠાવે છે. વિપક્ષે પીએમ પદ માટે પોતાની તરફથી કોઈ ચહેરાની જાહેરાત કરી નથી.

ઉલ્લેખનીય છે કે એક ખાનગી મીડિયા દ્વારા આ સર્વેને હાથ ધરવામાં આવ્યો હતો. વિપક્ષ દ્વારા પીએમનો કોઈ ચહેરો રજૂ કરવામાં આવ્યો નથી. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે રાહુલ ગાંધી સૌથી મોટો પડકાર માનવામાં આવે છે.