Site icon Revoi.in

કોને કેટલા મંત્રી પદ મળશે આ બાબતે બીજેપી સાથે થશે ચર્ચા, અફવાઓ પર ધ્યાન ન આપવું – એકનાથ શિંદેએ કર્યું ટ્વિટ

Social Share

મુંબઈઃ- મહારાષ્ટ્ટરના રાજકરણમાં ઉથલ પાથલ વચ્ચે શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેનું ટ્વિટ સામે આવ્યું છે તેમણે ટ્વિટ કરીને મંત્રીપદ વિશેની વાત કરી છે. મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. દરમિયાન, ભાજપ અને શિંદે જૂથે નવી સરકાર બનાવવાની કવાયત શરૂ કરી દીધી છે.

 શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ કહ્યું છે કે સરકારની રચનાને ધ્યાનમાં રાખીને ‘કયા અને કેટલા મંત્રી પદ કોને મળશે’ તેના પર ભાજપ સાથે કોઈ ચર્ચા નથી. પરંતુ, આ અંગે ટૂંક સમયમાં ચર્ચા કરવામાં આવશે.

તેમણે ટ્વીટ કર્યું કે ટૂંક સમયમાં આ તમામ બાબતો પર ચર્ચા કરવામાં આવશે. ત્યાં સુધી મહેરબાની કરીને મંત્રીની યાદી અને તેના વિશેની અફવાઓ પર વિશ્વાસ ન કરો.

ઉલ્લેખનીય બુધવારે સાંજે ઉદ્ધવ ઠાકરેના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત સાથે જ ભારતીય જનતા પાર્ટીમાં ઉજવણી શરૂ થઈ ગઈ હતી. મુંબઈની તાજ હોટલમાં ભાજપના નેતાઓ નારા લગાવતા, મીઠાઈઓ વહેંચતા જોવા મળ્યા હતા. ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસને મીઠાઈ ખવડાવતા જોવા મળ્યા હતા.ત્યારે હવે બીજેપીમાંથી ફડણવીસ મંત્રી બનવાની ચર્ચાએ જોર પકડ્યું છે.