Site icon Revoi.in

કર્ણાટકમાં કોને મળશે સીએમ પદ, કોંગ્રેસ અધ્યક્ષ જ નક્કી કરશે સીએમનો ચહેરો

Social Share

બેંગલુરુઃ- તાજેતરમાં કર્ણટાક વિધાનસભાની ચૂંટણી યોજાઈ જેમાં કોંગ્રેસની જીત થી ત્યારે હવેરાજ્યમાં મુખ્યમંત્રી પદને લઈને સસ્પેન્સ બરકરાર જોવા મળી રહ્યું ।છે,સીએમનો ચહેરો કોણ હશે તે વાત પર સૌ કોઈની નજર અટકેલી છે ત્યારે હવે કોંગ્રેસદળની મળેલી બેઠકમાં આ જવાબદારી કોંગ્રેસ અધ્યક્ષને જ સોંપવામાં આવી છે એટલે કે સીએમ કોને બનાવવા તે બાબત કોંગ્રેસ અધ્યક્ષ નક્કી કરશે.

બેંગલુરુમાં આયોજિત કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રાજ્યના નવા સીએમનું નામ નક્કી કરશે. ધારાસભ્ય દળની બેઠકમાં આ એક લીટીનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. આ સાથે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારના સમર્થકોએ બેંગ્લોરની હોટલની બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા જ્યાં ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી.

જાણકારી પ્રમાણે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર સોમવારે સવારે દિલ્હી પહોંચી રહ્યા છે. આ સાથે રણદીપ સુરજેવાલા અને કેસી વેણુગોપાલ પણ દિલ્હી આવી  પહોંચશે. કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સીએમ તરીકે કોઈપણ નામ ફાઈનલ કરતા પહેલા કોંગ્રેસ હાઈકમાન્ડ પાસેથી અભિપ્રાય લઈ શકે છે.એટલે કે ટૂંક સમયમાં કોંગ્રેસ અધ્યક્ષ સીએમના ચગેરાનો ખુલાસો કરી શકે છે.

કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ બેંગલુરુની હોટલમાં બેઠક પૂરી થયા બાદ પત્રકારો સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે કર્ણાટકના આગામી સીએમ કોણ હશે તે અંગેની બેઠકમાં પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આ એક લીટીનો પ્રસ્તાવ સિદ્ધારમૈયા જી દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, જેના પર તમામ ધારાસભ્યોએ સર્વસંમતિથી નિર્ણય લીધો હતો કે સીએમના નામ અંગે આગામી નિર્ણય પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે લેશે

ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 18 મેના રોજ યોજાશે. સોનિયા ગાંધીની સાથે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. આ સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહેશે.