- જાન્યુઆરીમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને 4.73 ટકા
- ડિસેમ્બરમાં જથ્થાબંધ ફૂગાવો 4.95 ટકા હતો
દિલ્હીઃ જાન્યુઆરી 2023માં જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવો ઘટીને 4.73 ટકાના પર આવી ગયો છે. જે 24 મહિનાના નીચલા સ્તરે છે આજરોજ મંગળવારે, આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે જાન્યુઆરી 2023 માટે જથ્થાબંધ ફુગાવાના આંકડા જાહેર કર્યા હતા જે પ્રમાણે ડિસેમ્બરમાં આ આંકડો 4.95 ટકા હતો આ રીતે જથ્થાબંધ મોંઘવારી દરમાં મહિના દર મહિનાના આધાર પર 0.2 ટકાનો ઘટાડો થયો છે
ગયા મહિને ડબલ્યુપીઆઈ ફુગાવાના દરમાં ઘટાડો મુખ્યત્વે ખનિજ તેલ, રસાયણો અને રાસાયણિક ઉત્પાદનો, કાપડ, ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ સહિત અન્ય વસ્તુઓમાં ઘટાડાને કારણે હતો.
આ સાથે જ છૂટક ફુગાવાના આંકડા જાન્યુઆરી 2023માં છૂટક વિતેલા દિવસે જાહેર કરાયા હતા જે ફૂગાવો સાડા છ ટકાને પાર કરી ગયો હતો. જાન્યુઆરી 2023માં રિટેલ મોંઘવારી દર મોટા ઉછાળા સાથે 6.52 ટકા પર પહોંચી ગયો છે. જ્યારે ડિસેમ્બર 2022માં છૂટક ફુગાવાનો દર 5.72 ટકા હતો. જાન્યુઆરી 2022માં રિટેલ ફુગાવાનો દર 6.01 ટકા હતો.