Site icon Revoi.in

જાન્યુઆરીમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને 4.73 ટકા થયો જે ડિસેમ્બરમાં 4.95 ટકા હતો

Social Share

દિલ્હીઃ   જાન્યુઆરી 2023માં  જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવો ઘટીને 4.73 ટકાના પર આવી ગયો છે. જે 24 મહિનાના નીચલા સ્તરે  છે આજરોજ મંગળવારે, આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે જાન્યુઆરી 2023 માટે જથ્થાબંધ ફુગાવાના આંકડા જાહેર કર્યા હતા જે પ્રમાણે ડિસેમ્બરમાં આ આંકડો 4.95 ટકા હતો આ રીતે જથ્થાબંધ મોંઘવારી દરમાં મહિના દર મહિનાના આધાર પર 0.2 ટકાનો ઘટાડો થયો છે

ગયા મહિને ડબલ્યુપીઆઈ ફુગાવાના દરમાં ઘટાડો મુખ્યત્વે ખનિજ તેલ, રસાયણો અને રાસાયણિક ઉત્પાદનો, કાપડ, ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ સહિત અન્ય વસ્તુઓમાં ઘટાડાને કારણે હતો.

આ સાથે જ છૂટક ફુગાવાના આંકડા જાન્યુઆરી 2023માં છૂટક વિતેલા દિવસે જાહેર કરાયા હતા જે ફૂગાવો સાડા છ ટકાને પાર કરી ગયો હતો. જાન્યુઆરી 2023માં રિટેલ મોંઘવારી દર મોટા ઉછાળા સાથે 6.52 ટકા પર પહોંચી ગયો છે. જ્યારે ડિસેમ્બર 2022માં છૂટક ફુગાવાનો દર 5.72 ટકા હતો. જાન્યુઆરી 2022માં રિટેલ ફુગાવાનો દર 6.01 ટકા હતો.

WPI નો મોટો હિસ્સો ઉત્પાદિત માલ દ્વારા સંચાલિત થાય છે જ્યારે ખાદ્ય ચીજવસ્તુઓ CPI નો મુખ્ય ભાગ બનાવે છે. જાન્યુઆરી માટે CPI ડેટા ગઈકાલે બહાર પાડવામાં આવ્યો હતો. તે 5.6 ટકાની ત્રણ મહિનાની ટોચે પહોંચ્યો હતોભારતમાં ફુગાવાને માપવા માટે બે સૂચકાંકો છે. હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ અને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ફ્લેશન (CPI). જ્યારે WPI ઉત્પાદન અથવા ઉત્પાદન સ્તરે કિંમતો કેપ્ચર કરે છે, ત્યારે CPI કંપનીઓ વચ્ચે વેપાર થતા માલસામાનને ધ્યાનમાં લઈને, છૂટક ગ્રાહક સ્તરે ભાવને માપતા હોય છે.