- ફેબ્રુઆરીમાં જથ્થાબંધ મોંઘવારી 25 મહિનાની નીચી સપાટીએ
- શાકભાજીનો ફુગાવો 26 ટકા
દિલ્હીઃ- છેલ્લા કેટલાક મહિનાઓથી દેશભરમાં મોંધવારીનો માર જોવા મળ્યો જો કે હવે મોંઘવારીને લઈને રાહત જોવા મળી છે. જથ્થાબંધ મોંઘવારી દરમાં મોટો ઘટાડો નોંધાયો છે. જાન્યુઆરી 2023 માં, જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવો ઘટીને 24 મહિનાની નીચી સપાટીએ નોંધાયો છે.
જાણકારી અનુસાર જાન્યુઆરી 2023માં જથ્થાબંધ ફુગાવો 4.73 ટકા નોંધાયો છે.આજરોજ જાહેર કરાયેલા સરકારી આંકડાઓ આ વાત દર્શાવે છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના એક નિવેદન અનુસાર ફેબ્રુઆરી 2023માં મુખ્યત્વે ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, નોન-ફૂડ પ્રોડક્ટ્સ, ફૂડ પ્રોડક્ટ્સ, મિનરલ્સ, કોમ્પ્યુટર, ઈલેક્ટ્રોનિક અને ઓપ્ટિકલ પ્રોડક્ટ્સ, કેમિકલ્સ અને કેમિકલ પ્રોડક્ટ્સ, ઈલેક્ટ્રિકલ કમ્પોનન્ટ્સ અને મોટર વ્હીકલ્સનો સમાવેશ થાય છે. ટ્રેલર અને સેમી ટ્રેલર્સના ભાવમાં ઘટાડો થયો છે.
ફૂડ એન્ડ પાવર બાસ્કેટ ફુગાવો ઘટીને 15.15 ટકા પર આવી ગયો છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં તે 18.9 ટકા હતો. જાન્યુઆરી 2023માં ઉત્પાદિત ઉત્પાદનોનો ફુગાવો 2.99 ટકા હતો. ગયા વર્ષે ડિસેમ્બરમાં તે 3.37 ટકા હતો. જો કઠોળ દાળની વાત કરવામાં આવે તો કઠોળમાં ફુગાવો 2.41 ટકા રહ્યો છે. જ્યારે શાકભાજીમાં ફુગાવો -26.48 ટકા રહ્યો હતો. જ્યારે તેલીબિયાંનો ફુગાવો ગયા મહિને -4.22 ટકા હતો.