જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવો 15 ટકાને પાર – એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવા એ તોડ્યો 17 વર્ષનો રેકોર્ડ
- એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવા એ તોડ્યો 17 વર્ષનો રેકોર્ડ
- WPI ફુગાવો વધીને 15 ટકાને પાર
દિલ્હીઃ- દેશભરમાં સતચત મોંધવારી વધતી જ જઈ રહી છે આવી સ્થિતિમાં સતત વધી રહેલી મોંઘવારીના કારણે સામાન્ય માણસની મુશ્કેલીઓ વધી રહી છે. એપ્રિલ 2022માં જથ્થાબંધ ભાવ સૂચકાંક વધીને 15.08 ટકા થયો છે. એક વર્ષ પહેલા એપ્રિલ 2021માં તે 10.74 ટકા હતો.
જો આ બાબતે વિતેલા મિહલા એપ્રિલના આંકડા પર નજક કરીએ તો જથ્થાબંધ આધારિત ફુગાવો 17 વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. અગાઉ માર્ચમાં જથ્થાબંધ મોંઘવારી દર 14.55 ટકા હતો. અગાઉ રિટેલ ફુગાવો પણ આઠ વર્ષની ટોચે પહોંચી ગયો હતો.
ડિપાર્ટમેન્ટ ઑફ પ્રમોશન ઑફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડદ્વારા એપ્રિલ મહિનાના જથ્થાબંધ ફુગાવાના આંકડાઓ જારી કરનામાં આવ્યા છએ આ આકંડાઓ ચોંકાવનારા સાબિત થયા છે,. ડીપીઆઈઆઈટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેલ અને ઈંધણના ભાવમાં વધારાને કારણે જથ્થાબંધ મોંઘવારી દરમાં ઉછાળો આવ્યો છે. અગાઉ એપ્રિલમાં જથ્થાબંધ મોંઘવારી દર 15.5 ટકાની આસપાસ રહેવાનો નિષ્ણાતો દ્વારા અંદાજ હતો.
ઉલ્લેખનીય છે કે માર્ચ 2022 મહિનામાં ફુગાવાના દરનું મુખ્ય કારણ પેટ્રોલિયમ, કુદરતી ગેસ, ખનિજ તેલ, મૂળભૂત ધાતુઓની કિંમતોમાં વધારો છે, આ કિમંત વધારો જે રશિયા-યુક્રેન યુદ્ધને કારણે સર્જા.ેલી સમસ્યા કહી શકાય છે.