- WHO એ નવી ગાઈડલાઈન જારી કરી
- 90 દિવસ બાદ કોરોના થાય છે તો વેક્સિન ન લીધા બરાબર
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ઘીમી પડી છે ત્યારે કોરોનાના સંક્રમણને લઈને હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્રારા નવી ગાઈડલાઈન જારી કરવામાં આવી છે,ગ્લોબલ સ્તરે જારી કરાયેલા નવા પ્રોટોકોલ પરથી એવું માનવામાં આવી રહ્યું છે કે રસી લીધાના ત્રણ મહિના પછી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થશે. એટલે કે, આ રીતે વિશ્વના મોટી સંખ્યામાં રસીકરણ માટે બૂસ્ટરની જરૂરિયાતની માંગ પણ વેગ પકડી શકે છે.
માર્ગદર્શિકા જારી કરતી વખતે, WHOએ કહ્યું કે બૂસ્ટરના ડોઝ પર ખૂબ જ મર્યાદિત ડેટા ઉપલબ્ધ જોવા મળે છે.ડબ્લ્યુએચઓએ તેની નવી માર્ગદર્શિકામાં કહ્યું છે કે જે લોકોએ તાજેતરમાં એન્ટી-કોરોના રસી મેળવી છે તેમને સંક્રમણના જોખમની શ્રેણીમાં ઓછા જોખમી સ્તરે રાખવામાં આવશે
જો કે જે લોકોએ 90 દિવસથી વધુ સમયપહેલા રસી લીધી હતી તેમને જોખમની પ્રાથમિકતાની શૃંખલામાં ઉચ્ચ સ્થાન આપવું પડશે કારણ કે સમય જતાં તેમના શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટી ગઈ હશે.
આ સાથે જ ડબ્લ્યુએચઓએ એમ પણ કહ્યું કે જો રસી લેવામાં આવેલ લોકો સંક્રમણગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવે છે, તો તેઓને રસી આપવામાં ન આવેલ માનવામાં આવશે અને આ શ્રેણી અનુસાર, સરકારોએ તેમના માટે ક્વોરોન્ટાઈન અને પરીક્ષણના પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ.
આ સાથે જ કહેવામાં આવ્યું છે કે જે દર્દીઓના શરીરમાં સંક્રમણના લક્ષણો દેખાતા નથી, તેઓએ તેમના ક્વોરોન્ટાઈનના સમયગાળાના અંત પહેલા કોવિડ પરીક્ષણ કરાવવું પડશે નહીં,આવા લોકો દસ દિવસમાં ક્વોરેન્ટાઈન સમાપ્ત કરી શકે છે.
ડબ્લ્યુએચઓએ આ ફેરફાર પાછળ દલીલ કરી છે કે ક્વોરેન્ટાઈન પીરિયડ પૂરો કર્યા બાદ સંક્રમણ ફેલાવવાનું જોખમ એક ટકા જોવા મળ્યું છે. વધુમાં વધુ દસ ટકા કેસોમાં, ક્વોરોન્ટાઈન પૂર્ણ કર્યા પછી સંક્રમણ ફેલાઈ શકે છે. આ ડેટા ઓમિક્રોન ફેલાતા પહેલા આ પ્રકારના સંક્રમણ સ્પ્રેડ પર આધારિત છે.