Site icon Revoi.in

નૂપુર શર્માના નિવેદન મુદ્દે નારાજ મુસ્લિમ દેશોને આતંકવાદ મુદ્દે વધુ એક મહિલા નેતાના સવાલો

Social Share

મુંબઈઃ ભાજપના પૂર્વ મહિલા નેતા નૂપૂર શર્માના મહંમદ પૈગંબર મુદ્દે વિવાદીત નિવેદન મુદ્દે મુસ્લિમ આગેવાનો અને મુસ્લિમ દેશોએ નારાજગી વ્યક્ત કરી હતી. દરમિયાન સમાજવાદી પાર્ટીના પૂર્વ મહિલા મુસ્લિમ નેતાએ ઓવૈસી, મુસ્લિમ આગેવાનો અને મુસ્લિમ દેશોને અણીયારા સવાલો કર્યાં હતા. ઓવૈસીના ભાઈ હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરે છે ત્યારે આ આગંવાનો કેમ ચૂપ રહે છે. તેમજ જાણીતા મુસ્લિમ ચિત્રકાર પહેલા હિન્દુ દેવી-દેવતાઓની વાંધાજનક ચિત્રો દોરતા હતા ત્યારે કેમ હાલ વિરોધ કરી રહેલા કહેવાતા સમજદારો કેમ ચૂપ રહ્યાં હતા. સપાની પૂર્વ મહિલા નેતા બાદ હવે શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આવા કહેવાતા સમજદારો અને મુસ્લિમ દેશોને મરચા લાગે તેવા સવાલો કર્યાં છે.

નુપુર શર્માના નિવેદન અંગે નારાજગી વ્યક્ત કરનારા મુસ્લિમ દેશો-નેતાઓને SPના પૂર્વ મહિલા નેતાના અણિયારા સવાલો

શિવસેનાના રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ મધ્ય પૂર્વના દેશો પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે કોઈ પણ ધર્મ એટલો નબળો નથી કે અમુક લોકોના નિવેદનોને કારણે તે નબળો પડી જાય. પ્રિયંકાએ મધ્ય પૂર્વના દેશોને અલકાયદા જેવા આતંકવાદી જૂથો દ્વારા આપવામાં આવી રહેલી ધમકીઓની નિંદા કરવા કહ્યું છે જે રીતે તેણે નૂપુર શર્માના નિવેદન પછી આપી હતી. નૂપુર શર્માના પયગંબર મોહમ્મદ વિશેના નિવેદન પર ઘણા આરબ દેશોએ નારાજગી વ્યક્ત કરી હતી, જે બાદ ભાજપે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. પ્રિયંકા ચતુર્વેદીએ મિડલ ઈસ્ટના દેશોને પણ આતંકવાદી સંગઠનોની ધમકીઓ પર બોલવા માટે કહ્યું છે.આ પહેલા પ્રિયંકાએ નુપુર શર્મા કેસને જે રીતે હેન્ડલ કર્યો તેના પર ભાજપની ટીકા કરી હતી. નૂપુર શર્માએ કરેલી વિવાદાસ્પદ નિવેદન બાદ આતંકવાદી સંગઠન અલ કાયદાના એક્યુઆઈએસ નામના પેટા સંગઠને બોમ્બ ઘડાકા કરવાની ધમકી આપી છે. આતંકવાદી સંગઠને ભારતમાં આત્મધાતી હુમલા કરીને હિન્દુઓને મારવાની ધમકી આપી છે. આતંકવાદી સંગઠને પોતાને પૈગંબરની ગરીમા માડે લડનાર સંસ્થા હોવાનો દાવો કર્યો છે.

ભારત સહિત દુનિયાના અનેક દેશો ઈસ્લામિક આતંકવાદનો સામનો કરી રહ્યાં છે. તેમજ ભારતના પડોશી દેશ પાકિસ્તાન સહિતના કેટલાક દેશો આતંકવાદીઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. ભાજપના પૂર્વ નેતા નૂપુર શર્માએ પૈગંબર મહંમદ મુદ્દે કરેલુ નિવેદન અયોગ્ય હતું, પરંતુ નિવેદન મુદ્દે મુસ્લિમ નેતાઓ આગેવાનો અને મુસ્લિમ દેશોએ નારાજગી વ્યક્ત કરી છે, પરંતુ ભારત વર્ષોથી આતંકવાદ સામે લડી રહ્યું છે હાલ કાશ્મીરમાં મુસ્લિમ આતંકવાદી સંગઠનો નિર્દોશ પંડિતો અને બિન કાશ્મીરીઓની હત્યા કરી રહ્યાં છે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં હિન્દુઓ  ઉપર અત્યાચારના બનાવો અંગે મુસ્લિમ દેશો અને મુસ્લિમ આગેવાનો કેમ બોલવાનું ટાળી રહ્યાં છે, શું આવા લોકો આતંકવાદ મુદ્દે મૌન ધારણ કરીને તેને આડકતરુ સમર્થન આપી રહ્યાં છે એટલું જ આ લોકોને પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં લઘુમતીઓ ઉપર થતો અત્યાચાર દેખાતો નથી સહિતના અનેક સવાલો ઉભા થયાં છે.