કપડાના જીન્સમાં કેમ હોય છે નાના પોકેટ? વાંચો શું છે આ પાછળનો ઈતિહાસ
- પહેરવાના જીન્સનો કઇક અલગ છે ઈતિહાસ
- કેમ હોય છે જીન્સમાં નાના પોકેટ?
- જાણીને સૌ કોઈને થશે આશ્ચર્ય
ફેશન એ હવે વિશ્વમાં તમામ લોકો માટે સારા દેખાવા માટેનો આસાન રસ્તો અને વિચારધારા પણ બની ગઈ હોય તેમ લાગે છે. કોઈ પણ વ્યક્તિની પહેલી ઓળખાણ તેના કપડાના પહેરવેશ જ થાય છે અને પહેલાના સમયમાં પણ તેનાથી જ થતી હતી.
પહેલા અને આજે પણ કપડાના જીન્સમાં નાના ખિસ્સા જોવા મળે છે. અને આ પાછળ પણ ઇતિહાસ જોડાયેલો છે. એવું કહેવામાં આવે છે કે થોડાક વર્ષો પહેલા જીન્સ એ અમીર હોવાની નિશાની હતી. જીન્સ શહેરોમાં જ લટાર મારી રહ્યું હતું. ગામડામાં ક્યાંક જીન્સ જોવા મળી જતું તો જાણે એલિયન આ ધરતી પર આવ્યા હોય એમ લોકોના ટોળેટોળા ભેગા થઇ જતા.
વાત કરીએ જીન્સ પેન્ટની, તો જીન્સ પેન્ટમાં તમે નોંધ્યું હશે કે બે ખિસ્સા હોય છે, તેની અંદર પણ એક નાનું પોકેટ એટલે કે ખિસ્સું હોય છે. પછી ભલે તે સામાન્ય જીન્સ હોય કે બ્રાન્ડેડ જીન્સ, પરંતુ આ નાનું ખિસ્સું દરેકમાં જોવા મળે છે. સામાન્ય રીતે લોકો તેમાં પેન ડ્રાઈવ જેવી વસ્તુઓ રાખતા હોય છે. પરંતુ ભાગ્યે જ કોઈને ખ્યાલ હશે કે આ નાનું ખિસ્સું તેના માટે બનાવવામાં જ નથી આવ્યું.
જીન્સની શોધ ખાણમાં કામ કરનારા લોકો માટે થઈ હતી. તે સમયે તેઓ ખાણમાં કામ કરતા હોય ત્યારે તેમની હાથની ઘડિયાળ આગળના પોકેટમાં મુકે તો તુટી જવાનો ભય રહેતો હતો તેથી તેઓ ઘડિયાળને પોતાના જીન્સના નાના પોકેટમાં મુકતા હતા.