Site icon Revoi.in

EDના કેસમાં જામીન મળવાના હતા ત્યારેજ ધરપકડ કેમ ? સિંઘવીએ સુનાવણી દરમ્યાન કેજરીવાલની ધરપકડ સામે ઉઠાવ્યા સવાલ

Social Share

અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર આજે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી.કેજરીવાલ વતી હાજર રહેલા એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ દિલ્હી હાઈકોર્ટમાં CBIની ધરપકડ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, છેલ્લા બે વર્ષમાં સીબીઆઈએ કેજરીવાલની ધરપકડ કરી ન હતી, પરંતુ જ્યારે તેમને ઈડી કેસમાં રાહત મળવાની હતી ત્યારે તેણે તેમની ધરપકડ કરી હતી.

‘SCએ જામીન આપ્યા’

સિંઘવીએ કહ્યું કે, સીબીઆઈએ 2 વર્ષ સુધી તેમની ધરપકડ કરી ન હતી. તેમનું નિવેદન નોંધ્યા બાદ પણ સીબીઆઈએ ધરપકડની જરૂર ન ગણી. પરંતુ જ્યારે જામીન મળવાના હતા ત્યારે CBI દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. ED દ્વારા નોંધાયેલા કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળી ચૂક્યા છે. SC એ જામીન મંજૂર કર્યા છે, જેનો અર્થ છે કે SC સંતુષ્ટ છે કે જામીન પર હોય ત્યારે, કેજરીવાલ પુરાવા સાથે છેડછાડ કરશે નહીં અથવા સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરશે નહીં.

સિંઘવીએ કહ્યું કે, આ કેસમાં CBIની FIR બે વર્ષ જૂની છે. FIR વર્ષ 2022 માં નોંધવામાં આવી હતી. .

સિંઘવીએ કહ્યું કે, કેજરીવાલ ચૂંટાયેલા મુખ્યમંત્રી છે, તે આતંકવાદી નથી. તેમણે હાઈકોર્ટને જણાવ્યું કે તેઓ કોર્ટ સમક્ષ ત્રણ આદેશો લાવ્યા છે, જેમાં નીચલી અદાલત દ્વારા કેજરીવાલને આપવામાં આવેલ વચગાળાના જામીન, ચૂંટણી પ્રચાર માટે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ વચગાળાના જામીન અને તાજેતરના ED કેસનો સમાવેશ થાય છે મંજૂર કરાયેલ વચગાળાના જામીનના હુકમનો સમાવેશ થાય છે.

સિંઘવીએ આ દરમિયાન ઈમરાન ખાનને પણ ટાંક્યા હતા. તેમણે કહ્યું કે, ઈમરાન ખાનને ત્રણ દિવસ પહેલા એક કેસમાં મુક્ત કરવામાં આવ્યો હતો. આ વાત બધાએ અખબારમાં વાંચી હતી પરંતુ બાદમાં બીજા કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. આપણા દેશમાં આવું ન થઈ શકે.

‘ધરપકડ એ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે’

સિંઘવીએ કહ્યું કે, આ કેસમાં કેજરીવાલની ધરપકડ એ બંધારણની કલમ 14, 21, 22 હેઠળ આપવામાં આવેલા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. સીબીઆઈએ તેમની પ્રથમ પૂછપરછ માટે ટ્રાયલ કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ ટ્રાયલ કોર્ટે કેજરીવાલને નોટિસ જારી કરવાનું જરૂરી માન્યું ન હતું. સીબીઆઈએ ધરપકડ માટે ટ્રાયલ કોર્ટને એક જ કારણ આપ્યું હતું કે તે તેમના પ્રશ્નોના સંતોષકારક જવાબો આપી રહ્યા ન હતા. ત્યારે સવાલ એ છે કે શું તપાસ એજન્સીને ઇચ્છિત જવાબ ન આપવા બદલ ધરપકડ કરી શકાય? આ પોતે એક આધાર કેવી રીતે હોઈ શકે! ટ્રાયલ કોર્ટ દ્વારા કેજરીવાલની ધરપકડ માટે પરવાનગી આપવાનો આદેશ કરવો ખોટું છે. તાજેતરમાં જ જસ્ટિસ સંજીવ ખન્નાએ પોતાના આદેશમાં કહ્યું છે કે માત્ર પૂછપરછ ધરપકડનો આધાર ન હોઈ શકે.