- હોળી અને ભાંગ નો છે ઈતિહાસ
- વર્ષોથી હોળીમાં ભાંગ પીવાનું છે મહત્વ
થોડા દિવસમાં જ દેશભરમાં હોળીનો પર્વ આવી રહ્યો છે,હોળીમાં મોટાભાગના લોકો ભાંગ પીતા હોય છે તમે સાંભળ્યું હશે કે હોળી માં ભાંગનું વિશેષ મહત્વ છે તો ચાલો જાણીએ હોળી અને ભાંગ છે શું લેવાદેવા છએ અને ક્યારથી આ ભાગનો રિવાજ આવ્યો.હિંદુ ધર્મમાં ઘણી જગ્યાએ કેનાબીસ વિશે વાંચવા મળે છે. કેટલાક તેને શિવ સાથે જોડે છે અને કેટલાક તેને નશા અને ઉત્સાહથી જુએ છે. ચાલો જાણીએ કે આપણે હોળીમાં ભાંગ કેમ પીએ છીએ.
હોળીના દિવસે, ભગવાન શિવ અને વિષ્ણુની મિત્રતાના પ્રતીક તરીકે ભાંગનું સેવન કરવામાં આવે છે. વાસ્તવમાં એવું માનવામાં આવે છે કે હિરણ્યકશ્યપને મારવા માટે ભગવાન વિષ્ણુએ નરસિંહનું રૂપ ધારણ કર્યું હતું, જેણે ભક્ત પ્રહલાદને મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હિરણ્યકશ્યપને માર્યા પછી તેઓ ગુસ્સે થયા હતા. તેમને શાંત કરવા માટે ભગવાન શિવે શરભ અવતાર લીધો હતો. હોળીના દિવસે ગાંજાના સેવનનું એક કારણ આ પણ માનવામાં આવે છે. પ્રસાદ તરીકે તેનું સેવન કરવામાં આવે છે. આ સિવાય બીજી ઘણી વાર્તાઓ પણ લોકપ્રિય છે.