દરરોજ સવારે જાગીને મોટા ભાગના લોકો ચા પીવાની આગત રાખે છે પરંતુ ખાલી પેટે પીવાતી ચા તમને એસિટિડી કરી શકે છે ા સહીત અનેક સમસ્યા નોતરી શકે છે જો તમે સ્વસ્થય રહેવા ઈચ્છા હોવ તો દરરોજ ખાલી પેટે તમારે જ્યુસ, નારિયેળ પાણી લેમન ટી, લીબું પાણી વગેરે પીવાની આદત રાખવી જોઈએ અને તેના 1 કલાક બાદ પછી નાસ્તો કરવો જોઈએ આમ કરવાથઈ તમારું સ્વાસ્થ્ય તંદુરસ્ત બને છે.
પાણી અને મધ
દરરોજ સવારે ખાલી પેટે ગરમ પાણીમાં મધ મિક્સ કરીને પીવાથી ફાયદો થાય છે, મધમાં ખનીજ, વિટામિન, ફ્લેવોનોઇડ્સ અને ઉત્સેચકોની ભરપુર માત્રા હોય છે. આ વસ્તુઓ આંતરડા સાફ રાખે છે. નવશેકું પાણીમાં મધ મેળવીને પીવાથી શરીરના તમામ ઝેર પ્રદાર્થો દૂર થાય છે. આ સિવાય વજન ઘટાડવામાં પણ તે ખૂબ અસરકારક માનવામાં આવે છે.
નારિયેળ પાણી
નારિયેળ પાણી હેલ્થ માટે ફાયદાકારક છે. નારિયેળ પાણીમાં ખાસ ગુણ એ છે કે આમાં ઇલેક્ટ્રોલાઇટ્સની માત્રા, લોરિક એસિડ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને ઝિંકનું પ્રમાણ સારું હોય છે. આ સિવાય નારિયેળ પાણીમાં એન્ટી ઓક્સિડન્ટ્સ પણ હોય છે જે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ બને છે.તેથી ખાલી પેટે તમે આ પાણી પી શકો છો.
લીબું પાણી
સનારે જાગીને ભૂખ્યા પેટે એક ગ્લાસ નવશેકા પાણીમાં અડધી ચમચી લીબુંનો રસ નાખી જો પીવામાં આવે તો પેટલે લગતી અને પાચનને લગતી તમામ સમસ્યાઓ દૂર થાય છે સાથે જ તમારી વધારાની ચરબી પણ ઓગળવા લાગે છે.સ્થુળતાને તે દૂર કરે છે.જેથી ખાલી પેટે આ પાણીનું સેવન તમને તંદુરસ્ત રાખે છે.
ફળોના જ્યૂસ
જો તમે ઈચ્છો અને તમને સાદી ટેસ્ટલેસ વસ્તુઓ પસંદ નથી ટેસ્ટ વાળી ચીજ વસ્તુ પસંદ હોય તો સવારે જાગીને ખાલી પેટે નારંગી કે મોસંબી જ્યૂસ, પાઈનેપલ જ્યુસ, ગ્રીન એપલ જ્યુસ , મીન્ટ કાકડીનો જ્યૂસ તમે પી શકો છો જે પેટની તમામ બીમારીને દૂર કરે છે.આ સહીત બીટનો જ્યૂસ તથા ગાજર નો જ્યૂસ પણ તમે ખાલી પેટે પી શકો છો.