Site icon Revoi.in

ગાયનું છાણ શા માટે ગણાય છે પવિત્ર, જાણો તેને લગતી કેટલીક ખાસ વાતો

Social Share

હિંદુ ધર્મમાં ગાયને એક પવિત્ર માનવામાં આવે  છે. હિન્દુ ધર્મ માં, ગૌ સેવા મોટી સેવા છે ગાય પાળવાથી ઘરમાં શાંતી મળે છે. એવું કહેવાય છે કે તેમાં ૩૩ કરોડ દેવી દેવતાઓ વાસ કરે છે. એવું કહેવાય છે કે ગાયના છાણમાં લક્ષ્મીજીનો વાસ રહેલો છે.

આજે પણ ભારતના ઘણા ગ્રામીણ વિસ્તારમાં ગાયના સુકા છાણાનો ઉપયોગ બળતણ તરીકે કરવામાં આવે છે. પ્રાચીન સમયમાં માટી અને ગાય ના છાણ ને શરીર પર ઘસી સાધુ સંત સ્નાન કરતા હતા તેની પાછળ નું ધાર્મિક કારણ એ છે કે ગાય ના છાણ ની અંદર લક્ષ્મીજી નો વાસ છે એવું માનવામાં આવે છે.

સામાન્ય રીતે હિન્દુમાં કોઈપણ શુભ પ્રસંગ કે અવસરમાં જ્યારે હવન કરવામાં આવે કે પછી પૂજા પાઠ કરવામાં આવે ત્યારે અગ્નિમાં છાણા નાખવામાં આવે છે તો ચાલો જાણીએ આ પરંપરા પાછળના કારણો વિશે અને શઆ માટે તેને શુભ માનવામાં આવે છે 

 એવી ધાર્મિક માન્યતા છે કે ગાયમાં અનેક દેવી-દેવતાઓનો વાસ હોય છે. તેથી જ હિંદુ ધર્મમાં ગાયની પૂજા કરવામાં આવે છે અને ગાયની સેવા કરવી એ પરમ ધર્મ માનવામાં આવે છે.હિંદુ ધર્મમાં ગાયના છાણ અને ગૌમૂત્રનું ખૂબ મહત્વ છે. પરંતુ શું તમે જાણો છો કે ગાયના છાણમાંથી બનેલા ગોબરના ગોળા પણ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે

ગાયના છાણ વિશે એવી માન્યતા છે કે તેમાં દેવી લક્ષ્મીનો વાસ છે. શાસ્ત્રો અનુસાર ગાયનો આગળનો ભાગ અશુદ્ધ અને પાછળનો ભાગ શુદ્ધ માનવામાં આવે છે. આ જ કારણ છે કે ગાયના દૂધથી લઈને ગૌમૂત્ર અને છાણ સુધીની દરેક વસ્તુને પવિત્ર માનવામાં આવે છે અને ધાર્મિક વિધિઓમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી જ ગાયના છાણમાંથી બનેલા કંદને ધાર્મિક કાર્યોમાં પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.