નવી દિલ્હીઃ ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ભારતને ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલ ફાઈનલ મેચને જોવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ પહોંચ્યા હતા. માત્ર ફાઈનલ જ નહિ, અમિતશાહે ભારત અને પાકિસ્તાન મેચની પણ મજા માણી હતી.
એક મીડિયા કાર્યક્રમ દરમિયાન અમિતશાહને વર્લ્ડકપના ફાઈનલ મેચમાં ભારતની હારનું કારણ પુછવામાં આવ્યું તો તેમણે ખુબ સરળ જવાબ આપ્યો., અમિત શાહે કહ્યું બહાર રહીને આની ચર્ચા ન કરવી જોઈએ. જે રમતના મેદાનમાં હોય છે એ કરોડો ચાહકોના દબાણમાં રમતા હોય છે. ક્રિકેટ એક એવી રમત છે, જેમા નશીબ હંમેશા ખેલાડીઓનું સાથ આપે છે.
ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયા સારું રમ્યા, અને રમતમાં હાર જીત છે. તેમણે જણાવીએ કે ફાઈનલ મેચમાં ભારત પહેલા બેટિંગ કરતા માત્ર 241 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ આ લક્ષ્યાંકને 43 ઓવરમાં પુરો કરી છઠ્ઠી વખત એક-દિવસીય વર્લ્ડકપ પોતાના નામે કર્યો હતો.
જોકે, ફાઈનલમાં ભારતને મળેલી હાર પછી વિપક્ષીય નેતાઓએ પીએમ મોદી પર નિશાન સાંધ્યુ હતું. બારમેરમાં રેલીને સંબોધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ક્રિકેટ વિશ્વકપમાં ભારતની હાર માટે પીએમ મોદીને જવાબદાર ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે પીએમ એટલે પનૌતી મોદી. અમારા છોકરાઓ વિશ્વકપ સારી રીતે જીતી રહ્યા હતા. પરંતુ તેમનો પરાજય થયો. રાહુલ ગાંધીના આ નિવેદન પર ભાજપે ચૂંટણી પંચને ફરિયાદ પણ કરી હતી.