કેમ ન થયા રાધા કૃષ્ણના લગ્ન? આ છે કારણ
આપણા સમાજમાં જ્યારે પણ પ્રેમની વાત કરવામાં આવે ત્યારે દરેક લોકોના મુખે એક નામ હંમેશા સાંભળવા મળે છે, અને તે છે ભગવાન કૃષ્ણ અને રાધા. લોકો એવું પણ કહે છે કે રાધા કૃષ્ણનો પ્રેમ ત્યાં સુધી આ દુનિયામાં અમર રહેશે જ્યાં સુધી આ વિશ્વનો અંત ન આવે, આનો મતલબ એમ કે એમનો પ્રેમ અનંત છે. પણ ક્યારેક એવો વિચાર પણ લોકોને આવતો હશે કે રાધા કૃષ્ણ એક કેમ ન થયા.
તો આની પાછળનું કારણ એવું છે કે, પુરાણો અનુસાર જ્યારે કૃષ્ણજી વૃંદાવન છોડીને જઈ રહ્યા હતા ત્યારે તેમણે રાધાને વચન આપ્યું હતુ કે તેઓ પાછા આવશે પરંતુ તેઓ રુકમણીને મળ્યા જેમણે તેમને તેમના પતિ તરીકે સ્વીકાર્યા હતા, જ્યારે રુકમણીના લગ્ન બીજા કોઈ સાથે થઈ રહ્યા હતા ત્યારે કૃષ્ણજી ત્યાં પહોંચ્યા અને તેમની સાથે લગ્ન કરી લીધા હતા.
જો કે આ ઉપરાંત એક એવી પણ માન્યતા છે કે જ્યારે રાધા કૃષ્ણ બાળપણમાં મળ્યા હતા ત્યારે જ તેમને તેમના પ્રેમનો અહેસાસ થઈ ગયો હતો, રાધા રાની તે ભગવાન શ્રીકૃષ્ણ કરતા 11 મહિના મોટા હતા અને તેમનો પ્રેમ પણ આધ્યાત્મિક હતો, તેથી તેઓ ક્યારેય લગ્નના બંધનમાં બંધાયા જ ન હતા.
ઉલ્લેખનીય છે કે ભગવાન શ્રીકૃષ્ણની લીલા સાથે અનેક પ્રકારની વાત જોડાયેલી છે. આ વિષય એક શ્રદ્ધાનો અને આસ્થાનો વિષય છે, અને દરેક લોકોની લાગણીઓનો અમે આદર કરીએ છે. આ માહિતીને પણ માત્ર જાણકારી માટે લખવામાં આવી છે, તેના પર 100 ટકા સત્ય હોવાની દાવો કરવામાં આવતો નથી.