- મગ સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી છે
- મગ ખાવાથી વેઈટ લોસ પણ થાય છે
- એનર્જી પણ ભરપુર મળે છે
મગ અટલે મોટા ભાગના ઘરોમાં ખવાતું કઠોળ સાથે જ જો કોઈ પણ પ્રકારના દર્દીઓ હોય તો ડોક્ટર ખાવામાં મગ ખાવાની તો સલાહ ચોક્કસ આપે જ, કારણ કે મગ એવું કઠોળ છે જેને હળવો ખોરાક ગણવામાં આવે છે જે જલ્દી પચવાની સાથે જ પેટની પાચનશક્તિ મજબૂત બનાવે છે સાથે જ શરીરમાં કોલેસ્ટ્રોલ વધતું અટકાવે છે.આ સાથે જ એક લિટર દૂધમાં થી જેટલા પોષક તત્વો મળે છે એટલા જ માત્ર 100 ગ્રામ મગ આપે છે.
હદય રોગ માં લોહી ની નળી બ્લોક હોય તો તેવા રોગોમાં પણ મગનું સેવન કરવાથી ખૂબ જ લાભ થાય છે. ડાયાબિટીસ માં પેંકરિયાસ બ્લોક હોય તો આ બહુ વકરેલા રોગોમાં મગ ની પરેજી ખૂબ જ લાભદાયી છે.
આ સાથે જ મગમાં વિટામિન એ, બી (થાઇમિન, રિબોફ્લેવિન, ફોલિક એસિડ, નિયાસિન, વિટામિન બી 6, પેન્ટોથેનિક એસિડ) વિટામિન ઇ, વિટામિન ડી, વિટામિન સી, વિટામિન કે, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, ઝીંક, કોપર અને મેંગેનીઝ ખનિજો, પ્રોટીન આહાર ફાઇબર અને કાર્બોહાઈડ્રેટ શામેલ છે.
બાફેલા મગમાં એન્જાઈમ હોય છે. જે પાચનમાં મદદ કરે છે અને તે કુદરતી રીતે ક્ષારીય હોય છે. જેમાથી અંકુર ફૂટે ત્યારે પ્રોટીન વધે છે. વિટામીન એ, વિટામીન સી, વિટામીન ઈ, વિટામીન કે અને બી કોમ્પ્લેક્સની માત્રા વધી જાય છે.
બાળકોને સૌ પ્રથમ નાના હોય ત્યારે મગનું પાણી આપવામાં આવે છે, મગમાં ઘણા બધા મિનરલ્સ હોય છે.મગની દાળનું પાણી બાળક માટે ખુબ જ સ્વાસ્થ્ય વર્ધક હોય છ.મગનું પાણી આસાનીથી પચી જાય છે અને તેને પીવાથી બાળકની ઈમ્યુન પાવર વધવાની સાથે રોગ પ્રતિરોધક ક્ષમતા પણ વધે છે. ‘
ડાયાબિટીસના રોગીઓએ નિયમિત ૫૦થી ૧૦૦ ગ્રામ મગ ખાવા જોઈએ કારણ કે મગમાં રહેલું પ્રોટીન કાર્બોહાઇડ્રેટ ને પચાવે છે.
મેદસ્વી લોકોને પણ મગની પરેજી પર જ રાખવા જરૂરી છે જેથી તેનો મેદ ઓછો થવા માંડે. મગ નું પાણી જઠરાગ્નિને સતેજ કરે છે. મગ પચવામાં હલકા તથા શીતળ છે તે વર્ણન એ મટાડે છે.