તે વાતને ભાગ્ય જ કોઈ નકારી શકે કે આજના સમયમાં લોકોને તીખું અને ચટાકેદાર વસ્તુ ખાવાનું મન વધારે થતું હોય છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ પોતાના પરિવારની સાથે ફરવા નીકળે કે ઘરે કઈ જમવાનું બનાવવાનું પણ વિચારે તો તીખુ ખાવાનું પહેલા વિચારે છે, આવામાં લોકોને વિચાર પણ આવતો હશે કે આવું કેમ, તો તે જાણવું જરૂરી છે કે જો કોઈ વ્યક્તિને તીખુ ખાવાનું મન થાય તો તેની પાછળ પણ કેટલાક વૈજ્ઞાનિક કારણો છે.
અહેવાલો અનુસાર, જે લોકો મસાલેદાર ખોરાક ખાવાનું પસંદ કરે છે, તેઓને ટેન્શનમાં તેનું સેવન કરવાની વધુ ઈચ્છા થવા લાગે છે. એવું પણ જોવા મળ્યું છે કે લોકો ટેન્શનમાં મસાલેદાર ખોરાક ખાવાથી રાહત મેળવે છે.
એવું પણ જોવામાં આવ્યું છે કે શરીરના તાપમાનમાં ફેરફાર થવા પર પણ લોકોને મસાલેદાર ખોરાક ખાવાની ઈચ્છા થઈ શકે છે. જ્યારે તાપમાન વધે છે ત્યારે આવું થાય છે, પરંતુ નિષ્ણાતો માને છે કે મસાલેદાર ખોરાક ખાવાથી શરીરનું તાપમાન વધુ વધી શકે છે. વધુ પડતો મસાલેદાર ખોરાક ખાવાથી શરીરમાં ગરમી પેદા થાય છે.
આ સમયગાળા દરમિયાન મહિલાઓને મૂડ સ્વિંગનો સામનો કરવો પડે છે. જો કે, ખોરાક સાથે જોડાયેલી ઘણી બાબતો મહિલાઓને પરેશાન કરે છે. કેટલાક કિસ્સાઓમાં, સ્ત્રીઓને કયારેક મીઠી, ક્યારેક ખાટી વસ્તુની તૃષ્ણા હોય છે. જો જોવામાં આવે તો પ્રેગ્નન્સીમાં મસાલેદાર ખાવાની લાલસા પણ હોઈ શકે છે. એવું કહેવાય છે કે તમારે મસાલેદાર ખાવું જોઈએ, પરંતુ તેની માત્રા મર્યાદિત રાખો.
ઉલ્લેખનીય છે કે આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી