Site icon Revoi.in

લોકો ઉંધા કેમ દોડે છે? જાણો તેના શું છે ફાયદા

Social Share

ફિટનેસ જાળવવા માટે રનિંગથી સારો કોઈ ઓપ્શન હોઈ શકે નહીં. આજકાલ બેકવર્ડ રનિંગ ખૂબ જ ટ્રેન્ડમાં છે. આજે આપણે તેના ફાયદા વિશે જાણો.

આજકાલ, લોકો તેમની વ્યસ્ત લાઈફસ્ટાઈલમાંથી થોડો સમય કાઢીને તેમના વજનને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરે છે. ઘણા યોગ અને કસરતો ટ્રાય કરતા હોય છે.

આજે પણ લોકો પોતાને ફિટ રાખવા માટે રનિંગ પર આધાર રાખે છે. પણ જો કોઈ તમને પાછળ દોડવાનું કહે, તો તમે થોડીવાર પછી કહેશો કે શું બકવાસ છે.

જાણકારી માટે બેકવર્ડ રનિંગ વધારે હેલ્દી છે. બેકવર્ડ રનિંગ એ ખાસ પ્રકારની મસલ્સ મૂવમેન્ટ છે. જેની મગજ પર ખૂબ સારી અસર પડે છે.
જે લોકો પોતાની જાતને ફિટ રાખવા માંગે છે તેમની પસંદગીની રનિંગ સ્ટાઈલ છે બેકવર્ડ રનિંગ સ્ટાઈલ. આનાથી ખુબ જ ઝડપથી વજન ઘટે છે.

બેકવર્ડ રનિંગને કારણે એથ્લેટ્સમાં ઘણો બદલાવ જોવા મળે છે. જ્યારે તમે લાંબા સમયથી ફોરવર્ડ રમિંગ કરો છો, ત્યારે એથલીટ્સને બેકવર્ડ રનિંગ કરાવવામાં આવે છે.

તેની રનિંગ પેટર્ન થોડી અલગ છે. રિસર્ટ મુજબ, ફોરવર્ડ રનિંગ કરતા બેકવર્ડ રનિંગ વધુ સારી છે અને ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે.