મહિલાઓ પગમાં શા માટે પહેરે છે ઝાંઝરઃ- ઝાંઝર પહેરવા પાછળ પરંપરા સહિત વૈજ્ઞાનિક કારણો પણ જાણો
- મહિઆનોનું ઝાંઝરલપહેરવું જુની પરંપરા
- આ સાથે જ કેટલાક વૈજ્ઞાનિક કારણો
મહિલાઓને સજવુ સવરવું ખૂબ જ પસંદ હોય છે, જેમાં મહિલાઓના પગમાં પહેરવામાં આવતું ઓરનામેન્ટ્સ એટલે કે ઝાંઝરીમાંથી આવતા અવાજ જાણે ઘરમાં સ્ત્રીનું હોવાની એક મીઠી અનુભુતિ કરાવે છે, તેના અવાજ સાથે મહિલાઓનો આત્મવિશ્વાસ જોડાયેલો છે એમ કહેવામાં આવે છે.સામાન્ય રીતે ઝાંઝરીનો અવાજ સૌ કોઈને પસંદ હોય છે.
સ્ત્રીઓનું પગમાં ઝાંઝર પહેરવાની ફેશન આજકાલની જથી, હિન્દુસંસ્કૃતિમાં સદીઓથી આ ઝાંઝર પહેરવાની રીત ચાલી આવી છે, જેમાં ખાસ કરીને લગ્ન કરેલી મહિલાઓના પગમાં ઝાંઝર હોવા જરુરી માનવામાં આવે છે. તે શુભ મનાઈ છે,ભારતીય પરંપરા મુજબ સૌભાગ્યવતી સ્ત્રીએ આજીવન ઝાંઝર પહેરવા જોઈએ.
એક રીતે સદીઓથી ચાલતી પરંપરામાં ઝાંઝરને સુગહાગનની એક નિશાની પણ માનવામાં આવે છે, જો કે હવે સમય બદલાયો છે, આજકાલની મહિલાઓ ફેશન માટે ઝાંઝર પહેરતી થઈ છે.
જો કે આ ઝાંઝર પહેરવા પાછળ એક મોટૂં વૈજ્ઞાનિક કારણ પણ જોડાયેલું છે, તેના પાછળ પારંપરિક નહીં પરંતુ વૈજ્ઞાનિક કારણ પણ છે. મહિલાઓ હંમેશા ચાંદીના ઝાંઝર પહેરવાનું પસંદ કરે છે, વૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો ચાંદી આપણા શરીરને અડીને રહે છે. જે મહિલાઓને શીતળતા પ્રદાન કરે છે જેથી આપણા શરીરની ઘણી બધી બિમારીઓ દૂર રહે છે.
ઝાઝંર પહેરવાના વૈજ્ઞાનિક અને પારંપારિક બન્ને ફાયદાઓ છે.
- ઝાંઝર પહેરવાથી સ્ત્રીઓમાં સકારાત્મક ઊર્જા ઉચ્પન્ન થાય છેઃ લગ્ન બાદ મહિલાઓ જો ઝાંઝર પહેરે છે તો તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તેને પગમાં ધારણ કરવાથી મહિલાઓમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
- ઝાંઝર એક રીતે સુરક્ષા કવચ સમાન છેઃ- મહિલાઓ ઝાંઝર પહેરવાથી નકારાત્મક ઉર્જાથી દૂર થવાની સાથે સાથે મહિલાઓને રક્ષાકવચ પણ પ્રદાન થાય છે, જે સૌભાગ્યવતી સ્ત્રીઓ બુરી બલા, આફત અને નજરથી રક્ષણ આપે છે, જે સ્ત્રીને સુહાગનની પ્રાર્થના પ્રદાન કરે છે
- ઝાંઝર પહેરવાથી શરીરના હાડકા મજબુત બને છેઃ- ઝાંઝર પહેવા પાછળ વૈજ્ઞાનિક તર્ક અન્ય એ પણ છે કે હાડકાને મજબૂત બનાવે છે, ઝાંઝર પહેરવાથી જ્યારે તે પગને અડકે છે ત્યારે ત્વચા દ્વારા તે હાડકાંને પણ લાભ પહોંચાડે છે
- ઝાંઝર પગના સોજાને દૂર કરે છેઃ- અવું માનવામાં આવે છે કે જો કોઈ પરિણીત સ્ત્રીઓના પગમાં સોજા આવી જતા હોય તો ઝાંઝર પહેરવાથી સોજા દુર થાય છે.
- ઝાંઝરના આવાજ થી મહિલાઓની ઘારણા મજબૂત બને છેઃ- પગમાં ઝાંઝર પહેરનારી મહિલાઓની ઇચ્છાશક્તિ મજબૂત બને છે આ કારણે આવી સ્ત્રીઓ સ્વાસ્થ્યની ચિંતા વિના તેઓ તમામ જવાબદારીઓ ઉપાડી શકે છે.તેના અવાજ થકી તેમનામાં એક મજબૂત શક્તિનો સંચાર થાય છે
- આધ્યાત્મિક માન્યતાઃ- ચાંદી શરીરને ઠંડુ રાખે છે આ માટે ચાંદીના ઝાંઝર પહેરવાનું ચલણ છે. શરીરના તાપમાનને નિયંત્રણમાં રાખે છે અને આધ્યાત્મિક માન્યતા સ્ત્રીઓનું આરોગ્ય સ્વસ્થ રહે છે.