Site icon Revoi.in

મહિલાઓ પગમાં શા માટે પહેરે છે ઝાંઝરઃ- ઝાંઝર પહેરવા પાછળ પરંપરા સહિત વૈજ્ઞાનિક કારણો પણ જાણો

Social Share

મહિલાઓને સજવુ સવરવું ખૂબ જ પસંદ હોય છે, જેમાં મહિલાઓના પગમાં પહેરવામાં આવતું ઓરનામેન્ટ્સ એટલે કે ઝાંઝરીમાંથી આવતા અવાજ જાણે ઘરમાં સ્ત્રીનું હોવાની એક મીઠી અનુભુતિ કરાવે છે, તેના અવાજ સાથે મહિલાઓનો આત્મવિશ્વાસ જોડાયેલો છે એમ કહેવામાં આવે છે.સામાન્ય રીતે ઝાંઝરીનો અવાજ સૌ કોઈને પસંદ હોય છે.

સ્ત્રીઓનું પગમાં ઝાંઝર પહેરવાની ફેશન આજકાલની જથી, હિન્દુસંસ્કૃતિમાં સદીઓથી આ ઝાંઝર પહેરવાની રીત ચાલી આવી છે, જેમાં ખાસ કરીને લગ્ન કરેલી મહિલાઓના પગમાં ઝાંઝર હોવા જરુરી માનવામાં આવે છે. તે શુભ મનાઈ છે,ભારતીય પરંપરા મુજબ સૌભાગ્યવતી સ્ત્રીએ આજીવન ઝાંઝર પહેરવા જોઈએ.

એક રીતે સદીઓથી ચાલતી પરંપરામાં ઝાંઝરને સુગહાગનની એક નિશાની પણ માનવામાં આવે છે, જો કે હવે સમય બદલાયો છે, આજકાલની મહિલાઓ ફેશન માટે ઝાંઝર પહેરતી થઈ છે.

જો કે આ ઝાંઝર પહેરવા પાછળ એક મોટૂં વૈજ્ઞાનિક કારણ પણ જોડાયેલું છે, તેના પાછળ પારંપરિક નહીં પરંતુ વૈજ્ઞાનિક કારણ પણ છે. મહિલાઓ હંમેશા ચાંદીના ઝાંઝર પહેરવાનું પસંદ કરે છે, વૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો ચાંદી આપણા શરીરને અડીને રહે છે. જે મહિલાઓને શીતળતા પ્રદાન કરે છે જેથી આપણા શરીરની ઘણી બધી બિમારીઓ દૂર રહે છે.

ઝાઝંર પહેરવાના વૈજ્ઞાનિક અને પારંપારિક બન્ને ફાયદાઓ છે.