સીડી ચઢતા વખતે શા માટે શ્વાસ ચઢે છે ? આટલા કારણો છે જવાબદાર, તમારી જીવનશૈલીમાં કરો બદલાવ
- સીડી ચઢતા વખતે શ્નાસ ચઢવો બીમારીના છે સંકેત
- તમારે હળલી કસરતો સવારે કરવી જોઈએ
સામાન્ય રીતે આપણે જ્યારે દાદર ચઢતા હોઈએ છીએ ત્યારે આપણાને શ્વાસ ચઢી જાય છે મોટા ભાગના લોકોને આવી સમસ્યા થાય છે નાના -મોટા દરેક લોકો આજકાલ થાકી જતા હોય છે સિડી ચઢવી હવે જાણે મહેનતનું કામ બની ગયું છે.
જો તમને 3 થી 4 સીડીઓ ચઢ્યા પછી શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે તો તેને હળવાશથી ન લો. તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે અસ્થમા વગેરે.
સીડી ચડતી વખતે શ્વાસની તકલીફના લક્ષણો
જો તમે સીડી ચઢી રહ્યા હોવ અને તમને છાતીમાં દુખાવો, તાવ અથવા પરસેવો, ઉધરસ, હાથપગમાં દુખાવો, પગમાં સોજો, ખંજવાળ અથવા ફોલ્લીઓ, ચક્કર આવે છે તો તમારે તમારા શરીરને કસ્ટ આપવાની જરુર છે અર્થાત મારે જીવનશૈલીમાં કસરત, ડાયટ જેવા ફેરફારો કરવા જોઈએ
આ કારણોસર, સીડી ચડતી વખતે શ્વાસ ફૂલી જાય છે
શ્વસનતંત્રને શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર કરવા અને ઓક્સિજન પૂરો પાડવા માટે ફેફસાં, મગજ અને છાતીના સ્નાયુઓની જરૂર પડે છે. જો તમે સીડી ચડતાની સાથે જ શ્વાસ લેવામાં તકલીફ થાય તો તે એલર્જી અથવા અસ્થમાને કારણે હોઈ શકે છે.
વધારે વજનવાળા લોકોને સીડી ચડતી વખતે શ્વાસ લેવામાં તકલીફની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.તેથી જો તમને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો વજન પર નિયંત્રણ રાખો.
આ સાથે જ બેઠાડુ જીવનશૈલી એટલે કે નિષ્ક્રિય જીવનશૈલી શ્વાસની તકલીફનું કારણ બની શકે છે. આ સક્રિય હોવાને કારણે, હૃદયની માંસપેશીઓને વધુ મહેનતની જરૂર પડે છે, જેના કારણે તમે સીડીઓ ચઢતા જ શ્વાસ લેવાનું શરૂ કરી શકો છો.