Site icon Revoi.in

મુસાફરી દરમ્યાન ઉલ્ટી ઊબકાની સમસ્યા કેમ થાય છે? જાણો

Social Share

મુસાફરી કરવી બધાને ગમતી હોય છે, પણ મુસાફરી અથવા પ્રવાસ દરમિયાન દરેક લોકોને કોઈને કોઈ તો સમસ્યા હોય છે જ. જેના કારણે તે લોકો ક્યારેક હેરાન પણ થતા હોય છે. આ સમયે વાત કરવામાં આવે એવા લોકોની કે જેમને મુસાફરી દરમિયાન ઉલ્ટી થતી હોય છે અથવા ઉબકા પણ આવતા હોય છે તો તે લોકોને મોશન સીકનેશની બીમારી હોઈ શકે.

આ બીમારીમાં થાય છે એવું કે જ્યારે આપણા મોશન સેન્સિંગ અંગો મગજને સિગ્નલ મોકલે છે અને તે ગૂંચવાઈ જાય છે. ન્યુટ્રિશનિસ્ટ દ્વારા આ બાબતે કહેવામાં આવ્યું કે આપણું રસોડું આપણા માટે શ્રેષ્ઠ ફાર્મસી છે અને અહીંથી આપણને મોશન સિકનેસથી બચવા માટે ઘણા હેક્સ મળશે, જેનો ઉપયોગ આપણે મુસાફરી કરતા પહેલા કરી શકીએ છીએ.

મસાલેદાર અથવા વધુ ભારે ભોજન ખાવાથી, તમારું પાચનતંત્ર ધીમે ધીમે કામ કરવાનું શરૂ કરે છે, જેના કારણે ઉબકા પણ આવે છે. તમારે હંમેશા ઘરેથી જ હળવી વસ્તુઓ ખાવી જોઈએ અને રસ્તામાં ફરી ખાવું જોઈએ.

ઘરની બહાર નીકળતી વખતે લિકરિસ અથવા લિકરિસ ચાનું સેવન કરો અને આખી મુસાફરી દરમિયાન મોશન સિકનેસ ટાળો. તેને 75 મિલિગ્રામ ટેબ્લેટના રૂપમાં લો. આ ગોળી પાણીમાં મિક્સ કરો. જ્યારે તમે બોટ, સ્કુબા ડાઈવિંગ વગેરે જેવી દરિયાઈ રાઈડ કરવા જઈ રહ્યા હોવ ત્યારે તેનો ફાયદો વધુ થાય છે.

ઉલ્લેખનીય છે કે આ પ્રકારની જાણકારીનો REVOI.IN કોઈ ઉલ્લેખ કરતું નથી, જ્યારે પણ સમસ્યા સર્જાય અથવા જણાય તો ડોક્ટરની સલાહ જરૂરથી લેવી.