ભૂતિયા ફિલ્મો જોયા પછી ડર કેમ લાગે છે, મગજમાં શું બદલાવ આવે છે? જાણો…
એડ્રેનાલિન હોર્મોનને ઇમરજન્સી હોર્મોન પણ કહેવામાં આવે છે. જ્યારે ડર જેવી પરિસ્થિતિ હોય ત્યારે શરીરને સુરક્ષિત રાખવા માટે તે હાર્ટ બીટ વધારી દે છે. જેના કારણે શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે.
ભૂતિયા ફિલ્મો જોવી ઘણા લોકોને પસંદ હોય છે. હોરર ફિલ્મોને જોઈને મોટા ભાગના લોકોનું ગળું સુકાઈ જાય છે. હાથપગ સૂજી લજાય છે, ક્યારેક તો બેહોશ પણ થવા લાગે છે. કમજોર દિલ વાળા લોકોમાં ધબકારા એટલા વધી જાય છે કે શરીરમાં પરસેવો થવા લાગે છે.
• ભૂતિયા ફિલ્મો જોઈને ડર કેમ લાગે છે?
ડર લાગવાનું કારણ એડ્રેનાલિન હોર્મોન્સ છે. આ હોર્મોન ત્યારે જ સક્રિય થાય છે જ્યારે તમારું હૃદય જોરથી ધબકવા લાગે અથવા તમે સ્ટ્રેસમાં હોવ. આ હોર્મોન જોખમને ટાળવા માટે શરીરને તૈયાર કરવા માટે એક મહત્વપૂર્ણ પ્રતિભાવનો ભાગ છે.
• એડ્રેનાલિન હોર્મોન્સ કોઈ ખતરાથી કેવી રીતે બચાવે છે?
એડ્રેનાલિન હોર્મોન્સ ફાઈટ કે ફ્લાઈટ, લડો યા ભાગો, હોર્મોન્સના નામે પણ ઓળખાય છે. આ શરીરને સંદેશો આપી જણાવે છે કે કોઈ સંકટના સમયે લડવાનું છે કે ભાગવાનું છે આ જ કારણ છે કે આ હોર્મોનને ઈમરજન્સી હોર્મોન પણ કહેવામાં આવે છે. જ્યારે ભય જેવી પરિસ્થિતિ હોય ત્યારે શરીરને સુરક્ષિત રાખવા માટે તે હાર્ટ બીટ વધારી દે છે. જેના કારણે શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે અને શરીરની કાર્ય ક્ષમતા વધે છે. આજ કારણ છે કે જ્યારે આપણે સ્ટ્રેસમાં કે કોઈ ભૂતિયા ફિલ્મ જોતા સમયે ડર મહેસૂસ કરીએ છીએ. ત્યારે શરીરના રૂવાટા ઉંભા થઈ જાય છે, અને હ્રદય ઝડપથી ધબકવા લાગે છે.