Site icon Revoi.in

ધૂળથી કેમ થાય છે એલર્જી અને જાણો તેના પાછળનું કારણ તથા બચવાની રીત

Social Share

એલર્જી ધૂળને કારણે નથી પણ ધૂળમાં રહેલા ડેડ માઈટ અને તેની ગંદકીમાં રહેલ પ્રોટીનના કારણે થાય છે. એલર્જી એક સામાન્ય સમસ્યા છે જેનો દરેકને સામનો કરવો પડે છે. તેનાથી ઈમ્યુનિટી સિસ્ટમ પણ કમજોર થવા લાગે છે. ઘણા લોકોને ધૂળ અને માટીના કારણે એલર્જીની સમસ્યા હોય છે.

ધૂળના કારણે અનેક પ્રકારની એલર્જી થાય છે. ધૂળના કણો પોતે એલર્જી નથી હોતા પણ તેમાં હાજર ડેટ માઈટના કારણે એલર્જી થાય છે. ડસ્ટ માઈટ એલર્જી ત્યારે થાય છે જેના કારણે પ્રોટીનને શ્વાસના રસ્તે શરીરના અંદર જાય છે. હિસ્ટામાઈનના કારણે શરીરમાં એલર્જી પ્રતિક્રિયા થાય છે. જે લોકોને ધૂળથી એલર્જીની સમસ્યા થાય છે તેમને ધૂળની માઈટથી એલર્જીનો ખતરો વધી જાય છે.

ડસ્ટ માઈટ એલર્જી શરદી, સાઈનસ અને નાકમાં ઈન્ફેક્શનનું કારણ બને છે. ધૂળની એલર્જી છીંક, વહેતુ નાક, શરદી અને લાલ નાક, ખંજવાળ અને આંખમાથી પાણી નીકળવું. ડસ્ટ માઈટના કારણે એલર્જી અને અસ્થમા એટેકનું કારણ પણ બની શકે છે. અસ્થમાના કારણે શ્વાસ લેવામાં તકવીફ અને છાતીમાં જકડન થઈ શકે છે.