Site icon Revoi.in

શા માટે આવે છે કાનમાં સતત ખંજવાળ ? જાણો આ પ્રકારની સમસ્યામાં શું કરવું જોઈએ

Social Share

ઘણી વખત આપણે ન્હાઈને બહાર આવીએ છીએ ત્યારે કાનમાં જાણે પાણી જતું રહ્યું હોય તેવું લાગે છે ઘણી વાર તેના કારણે કાનમાં વારંવાર ખંજવાળ પણ ાવે છે,આ સાથે જ ક્યારેક ઠંડુ પી લીઘું હોય ત્યારે પણ કાનમાં ખંજવાળ આવાની ફરીયાદ થાય છે. કાન આપણા શરીરનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે, જો તે યોગ્ય રીતે કામ ન કરે તો વિશ્વ એક નિર્જન સ્થળ જેવું લાગવા માંડે છે. માનવ કાન 20 થી 20 હજાર હર્ટ્ઝ ફ્રીક્વન્સીના અવાજો સાંભળી શકે છે. ક્યારે ખંજવાળનો સામનો કરવો પડે છે આવી સ્થિતિમાં શું કરવું તે જાણીશું

કાનમાં ખંજવાળ આવવાનું મુખ્ય કારણ ઈન્ફેક્શન પણ હોય છે, સામાન્ય રીતે શરદી કે ફ્લૂના કારણે કાનમાં બેક્ટેરિયલ કે વાયરલ ઈન્ફેક્શન થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમારે કાનમાં દુખાવો, કાનમાંથી પ્રવાહી નીકળવું અને ખંજવાળ જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ખંજવાળ સહન કરતા પહેલા, તમારે કાનના નિષ્ણાતનો સંપર્ક કરવો જોઈએ.

આ સાથે જ કાનમાં ખંજવાળ આવવાનું સામાન્ય કારણ સુકા કાન હોઈ શકે છે, કાનને સ્વસ્થ રાખવા માટે કુદરતી રીતે ઈયરવેક્સ અને તેલ કાનમાં ઉત્પન્ન થાય છે. કેટલાક લોકો સફાઈની પ્રક્રિયામાં મીણ અને તેલને ખૂબ જ સોશી લે છે, આવી રીતે કાન સૂકા થઈ જાય છે, જેથી પણ ખંજવાળ આવે છેજો તમે સુકા કાનને કારણે ખંજવાળનો સામનો કરી રહ્યા છો, તો તમે આ રીતે ઓલિવ તેલનો ઉપયોગ કરી શકો છો. રાત્રે સૂતા પહેલા કાનમાં ઓલિવ ઓઈલ નાખીને સૂઈ જાઓ. આ નકશીકામ સરળતાથી દૂર કરશે.