Site icon Revoi.in

શા માટે વધે છે યુરિક એસિડ ? શું આ માટે મીઠુ પણ જવાબદાર છે,જાણો કેટલીક હકીકતો

Social Share

શું છે યુરિક એસિડ જાણો-

સામામન્ય રીતે મીઠાને સ્લો પોઈઝન માનવામાં આવે છે તેનું વધારે પડતું સેવન ખૂબ જ નુકશાન કારક છે, આ સાથે જ યુરિક એસિડ એ આપણા શરીરમાં બનેલું ઝેર છે જે દરેક વ્યક્તિના શરીરમાં બને છે. જ્યારે યુરિક એસિડ બને છે, ત્યારે કિડની તેને ફિલ્ટર કરે છે અને તેને પેશાબ દ્વારા શરીરમાંથી દૂર કરે છે. યુરિક એસિડની રચના માટે આહાર ખૂબ જ જવાબદાર છે. પ્યુરીનથી ભરપૂર ખોરાકના વધુ પડતા સેવનથી યુરિક એસિડનું સ્તર વધવા લાગે છે.

યુરિક એસિડ વધવાથી થાય છે આટલી સમસ્યાઓ

યુરિક એસીડ નોર્મલ રેન્જમાં  સારુ , પરંતુ એનું લેવલ વધારે હોવાને કારણે શરીરમાં ઘણી સમસ્યાઓ શરૂ થાય છે. આંગળીઓ અને અંગૂઠામાં દુખાવો, પગની ઘૂંટીઓમાં દુખાવો, સોજો, ત્વચાની લાલાશ, કિડનીને નુકસાન થવાનું જોખમ, કિડનીમાં પથરી અને કાંટાનો દુખાવો એ યુરિક એસિડ વધવાના લક્ષણો છે.

ર જો યુરિક એસિડના દર્દીઓ ખોરાકમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરે છે અને કેટલીક વસ્તુઓ ટાળે છે તો તેઓ આ સમસ્યાથી બચી શકે છે. કેટલાક લોકો માને છે કે મીઠું ખાવાથી યુરિક એસિડ વધી શકે છે. મીઠું આપણા ભોજનનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેના વિના ભોજનનો સ્વાદ અધૂરો છે.

નવા સંશોધનો સૂચવે છે કે ઉચ્ચ સોડિયમનું સેવન યુરિક એસિડ રોગમાં શરીર પર હકારાત્મક અસર કરી શકે છે. 15 ઓગસ્ટના રોજ જર્નલ ઓફ આર્થરાઈટીસ એન્ડ રુમેટોલોજીમાં પ્રકાશિત થયેલા અભ્યાસ અનુસાર, સરેરાશ કરતાં વધુ સોડિયમનું સેવન કરવાથી યુરિક એસિડને નિયંત્રિત કરી શકાય છે.યુરિક એસિડના દર્દીઓએ રોક સોલ્ટનું સેવન કરવું જોઈએ, શરીરને વધુ ફાયદો થશે. રોક સોલ્ટનું સેવન કરવાથી કિડનીની પથરીનો પણ ઈલાજ થઈ શકે છે. આનું સેવન કરવાથી હાડકાના દુખાવા અને સોજામાં રાહત મળે છે.