સવારે જાગ્યા બાદ આંખો શા માટે ચોંટી જાય છે,જાણો આ કારણો છે જવાબદાર
- સવારે આંખો ચોંટી ગઈ હોય તો ગરમ પાણીથી ઘોવી
- કોટન વડે ગરમ પાણીનો શેક કરવો
શિાળામાં સવારે જાગવાનો સૌ કોઈને કંટાળો આવે છે અને જ્યારે આપણે જાગી પણ જઈએ જઈએ ત્યારે મોટાભાગના લોકોની આંખો સોજી જાય છે તો કેટલાક લોકોની આંખો જાણે ચોંટી જાય છે તેને ખુલવામાં ઘણો સમય લાગે છે આ સમસ્યા વિવિધ પ્રકારના ચેપથી થાય છે. જો તેના પર ધ્યાન આપવામાં ન આવે તો તે ગંભીર સ્વરૂપ ઘારણ કરે છે.
ક્યારેક આપણાને આંખમાં વાગ્યું હોય અને તે મટ્યૂ ન હોય ત્યારે પણ આ સમસ્યા થાય છે.આંખમાં ઇજાને કારણે પણ આંખમાંથી ડિસ્ચાર્જ થાય છે. આ સમસ્યા જે વ્યક્તિને થાય છે તેમને એવું લાગે છે કે આંખમાં કંઈક ગયું છે.
બ્લેફેરાઈટીસ થવાથી પણ આંખોથી ડિસ્ચાર્જ થાય છે. આ સમસ્યા બેક્ટેરિયલ ઇન્ફેક્શનને કારણે થવાની પણ શક્યતા છે. આ સમસ્યાને કારણે પાંપણોના નીચેના ભાગમાં સોજો આવી શકે છે અને આંખોમાંથી પીળું ડિસ્ચાર્જ થાય છે .
આ સાથે આ પ્રકારની સમસ્યામાં બેક્ટેરિયાને કારણે કન્જંક્ટિવાઇટિસ થાય છે, જેને ‘પિંક આઇ’ પણ કહેવામાં આવે છે. આ કારણે આંખો ગુલાબી અને સોજેલી દેખાય છે.આવી સ્થિતિમાં સનારે તમારે કોટનને ગરમ પાણીમાં પલાળઈને આંખો પર શેક કરવો જોઈએ જેથઈ આંખના સોજા ઓછા થશે અને ચોંટી ગયેલી આંખો ખુલી જશે.
આ પ્રકારની આંખો માટે શું કરવું?
સવારે જાગીને આ સમસ્યામાં તમારે નવશેકા પાણીથી આંખોને સાફ કરવી જોઈએ. આ માટે એક બાઉલમાં નવશેકું પાણી લો અને સુતરાઉ કાપડ પલાળી રાખો. આ પછી આ કપડાથી આંખોને સાફ કરો. આ સિવાય તમે ગુલાબજળની મદદથી પણ આંખોને સાફ કરી શકો છો.