ઉપવાસ કેમ કરવો જોઈએ? આ છે તે પાછળના કારણો
ઉપવાસને આપણા દેશમાં ધર્મ સાથે જોડવામાં આવ્યો છે. તે વાતમાં કોઈ શંકા નથી કે વિશ્વાસ અને શ્રધ્ધાને ધ્યાનમાં રાખીને લોકો ભગવાન માટે ઉપવાસ કરે છે અને કરવા પણ જોઈએ. પણ ઉપવાસથી શરીરને થતા ફાયદા વિશે જાણીને તમે પણ ચોંકી જશો.
જાણકારોના મત અનુસાર અઠવાડિયામાં એક અથવા બે ઉપવાસ કરવાથી શરીરનું વજન, સ્વાસ્થ્ય. તંદુરસ્તી અને સ્ફૂર્તિ જળવાઈ રહે છે. સાથે સાથે બીમાર થવાની 70 ટકા જેટલી શક્યતાઓને પણ તે ઓછી કરે છે.
ઉપવાસ કરવાને લઈને જાણકારો તેમ પણ કહે છે કે જો અઠવાડિયામાં બે જેટલા ઉપવાસ કરવામાં આવે તો તે તમારા શરીરમાં જમા થતી ચરબીને પણ રોકે છે અથવા ઓછી કરે છે. આજકાલના સમયમાં મોટાપો પણ એક મોટી સમસ્યા થઈ ગઈ છે અને કેટલાક લોકો તેનાથી હેરાન પણ થતા હોય છે તો આ લોકો દ્વારા જો ઉપવાસ કરવામાં આવે તો તેમને શરીર માટે ફાયદાકારક રહી શકે છે.
જાણકારો દ્વારા એ પણ કહેવામાં આવે છે કે ઉપવાસ કરવાથી શરીરમાં થતી ગંભીર બીમારીઓની સંભાવના પણ મોટી સંખ્યામાં ઓછી થઈ જાય છે. વિશ્વના દરેક ધર્મના લોકો અલગ અલગ સમય પ્રમાણે ઉપવાસ કરતા જ હોય છે અને તે સમય દરમિયાન તેઓ જમવાનું જમતા નથી અને ચોક્કસ સમય સુધી ભૂખ્યા રહે છે.
ઉલ્લેખનીય છે કે આ લેખ માન્યતાને આધારે તૈયાર કરવામાં આવ્યો છે અને તેની કોઈ પુષ્ટિ કરવામાં આવતી નથી.