- શરીરની તંદુરસ્તી છે જરૂરી
- ફાઈબર છે શરીર માટે ઉપયોગી
- જાણો કેવી રીતે?
શિયાળામાં શરીરની કાળજી રાખવી કેટલાક લોકો માટે અતિઆવશ્યક બની જતું હોય છે. રહેવાની સાથે સાથે ખાવા પીવામાં પણ કેટલાક પ્રકારનું ધ્યાન આપવું પડે છે. કેટલાક પ્રકારના પોષક તત્વોની પણ જરૂર પડે છે ત્યારે ફાઈબર શિયાળામાં કેવી રીતે ઉપયોગી બની શકે છે અને શરીર માટે ફાયદાકારક બની શકે છે તેની જાણકારી પણ જરૂરથી લેવી જોઈએ.
સૌથી પહેલા તો તે જાણવું જોઈએ કે ફાઈબરના બે પ્રકાર હોય છે. 1. સોલિબલ ફાઈબર એ છે જેને સરળતાથી ચાવી શકાય છે. જેમ કે સફરજન અને જામફળ અને નંબર 2 પર છે ઈન્સોલિબલ ફાઈબર. આ એ છે જેને આપણે ચાવતા હોઈએ છીએ, પરંતુ તે પછી રેસાના રૂપમાં રહી જાય છે. જેમ કે શક્કરિયા.
જો ફાઈબરથી શરીરને કેવી રીતે ફાયદો થાય તેના વિશે વાત કરવામાં આવે તો તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. ફાઈબર પચવામાં લાંબો સમય લે છે. જેને કારણે લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને જરૂરથી વધારે જામી શકાતું નથી. તેથી ફાઈબર વજન ઘટાડવામાં મદદરૂપ છે.
આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો ફાઈબરના સેવનથી હ્યદય રોગની બીમારીથી પણ રાહત મળે છે. શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધારે હોય છે. ફાઈબર યુક્ત ખોરાક લેવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે અને હૃદયને લગતી બીમારીઓમાં રાહત મળે છે. આહારમાં ફાઈબરનો સમાવેશ કોલોરેક્ટલ કેન્સરનું જોખમ ઘટાડે છે. ફાઈબરથી ભરપૂર ફ્રૂટ અને શાકભાજીમાં એન્ટીઓક્સિડન્ટ અને ફોટોકેમિકલ હોય છે. જેનાથી કેન્સરનું જોખમ 30થી 40% સુધી ઘટે છે.