દિલ્હી : 19 મેના રોજ જાપાનના હિરોશિમા શહેરમાં વિશ્વના સમૃદ્ધ દેશોના સંગઠન ‘G7’ની બેઠક શરૂ થઈ ચુકી છે. આ સંગઠનની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ચોથી વખત અતિથિ તરીકે સામેલ થઈ રહ્યા છે. સૌપ્રથમ ભારતને 2003માં તેની બેઠકમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. આ માટે તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ફ્રાન્સ ગયા હતા.
ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન હશે કે ભારત જી-7 દેશોની બેઠકમાં કેમ જાય છે અને ભારતને તેનાથી શું ફાયદો તો વાત એવી છે કે, ચીનના કારણે દક્ષિણ ચીન સાગર વિસ્તારમાં ઘણો વિકાસ થઈ રહ્યો છે. ચીનની નીતિ માત્ર જાપાન અને દક્ષિણ કોરિયાને લઈને જ નહીં પરંતુ ભારતને લઈને પણ ઘણી અગ્રેસિવ છે.આવી સ્થિતિમાં ભારત G7 બેઠકમાં ચીનને લઈને પોતાનો પક્ષ રજૂ કરી શકે છે. તે પણ ત્યારે જ્યારે ભારત પણ ચીનને અંકુશમાં લેવા માટે અમેરિકા અને જાપાન સાથે મળીને કામ કરી રહ્યું છે. ભારત આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરે છે. વિશ્વના દેશો માટે ચીન કરતાં ભારત પર વિશ્વાસ કરવો સરળ છે. તેમને લાગે છે કે ભારતને તેમની પડખે રાખવું જરૂરી છે.
1973ની વાત છે. અમેરિકાના રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સન ઈઝરાયેલને આરબ દેશો સામે લડવા માટે 18 હજાર કરોડ રૂપિયાની મદદ આપે હતી. આનાથી નારાજ ઓપેક દેશોએ સાઉદી અરેબિયાના રાજા ‘ફૈઝલ’ના નેતૃત્વમાં ઓઈલના ઉત્પાદનમાં ભારે ઘટાડો કર્યો. ઓઈલ ઉત્પાદન ઘટાડવાનો હેતુ પેલેસ્ટાઈન વિરુદ્ધ ઈઝરાયલને ટેકો આપતા પશ્ચિમી દેશોને પાઠ ભણાવવાનો છે.
પરિણામ એ આવ્યું કે 1974 સુધીમાં વિશ્વમાં ઓઈલની અછત સર્જાઈ. જેના કારણે ઓઈલના ભાવમાં 300% સુધીનો વધારો થાય છે. તેની સૌથી વધુ અસર અમેરિકા અને તેના સમૃદ્ધ ભાગીદાર દેશો પર પડી છે. આર્થિક સંકટ આવી પડે છે. મોંઘવારી આસમાનને સ્પર્શવા લાગી છે.
ઉલ્લેખનીય છે કે જાપાન જવા રવાના થતા પહેલાં મોદીએ દિલ્હીમાં નિક્કેઈ એશિયા સાથેની ખાસ મુલાકાતમાં પડોશી દેશો ચીન અને પાકિસ્તાનને ખાસ સંદેશ આપ્યો. પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત તેની સ્વતંત્રતા અને સંપ્રભુતાની સુરક્ષા માટે સંપૂર્ણ તૈયાર છે. બંને દેશની સીમા પર તંગદિલીને કારણે દ્વિપક્ષીય સંબંધો બહુ ખરાબ સ્તરે પહોંચ્યા છે. 2020માં ગાલવાન ઘાટીમાં હિંસક અથડામણ પછી ચીન સાથેનાં સંબંધો વણસ્યા છે. મોદીએ કહ્યું કે વિશ્વ સમક્ષનાં પડકારો અંગે તેઓ બેઠકમાં ચર્ચા કરવા ઉત્સુક છે. ખાસ કરીને ઊર્જા, ડિજિટલ ટેકનોલોજી, ખાતર અને સપ્લાય ચેનનાં પડકારો મુદ્દે ચર્ચા કરાશે. આમાં વિશ્વસનીય ભાગીદાર તરીકે ભારત મહત્ત્વની ભૂમિકા નિભાવશે. રશિયા અને યૂક્રેન યુદ્ધ મુદ્દે મોદીએ કહ્યું કે ભારતનું વલણ આ મુદ્દે પહેલેથી સ્પષ્ટ રહ્યું છે. બંને દેશો સમાધાન કરીને શાંતિ જાળવે તે મહત્ત્વનું છે.
જાપાનનાં હિરોશિમામાં યોજાનારી G-7ની બેઠકમાં હાજરી આપવા ભારતનાં વડાપ્રધાન મોદી જાપાન પહોંચ્યા છે. જાપાનનાં નેતાઓ તેમજ ભારતીયો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને જાપાન વચ્ચે પણ સંબંધો વધારે મજબૂત બની રહ્યા છે જે પાકિસ્તાનના અવિશ્વાસુ મિત્ર ચીનને પસંદ આવી રહ્યું નથી.
હાલમાં ભારતનું વધતુ પ્રભુત્વ અને તેને લઈને ચીન અને પાકિસ્તાન બંન્ને ચિંતામાં છે અને ભારતના વિકાસનો રોકવા માટે આડકતરી રીતે ષડયંત્રો પણ બનાવવામાં આવે છે, પરંતુ ભારત પોતાની ક્ષમતા અને તાકાતને આધારે દુશ્મનોને જડબાતોડ જવાબ આપી રહ્યું છે.