- ભારતીય નેવી દિવસની ઉજવણી
- આજના દિવસે ભારતીય નેવીએ કરાંચી હાર્બરને ધ્વસ્ત કરીને વિજય પ્રાપ્ત કર્યો હતો
- 1971ના 4 ડીસેમ્બરનો આજે છે વિજય દિવસ
નૌસેના દિવસ દર વર્ષે 4 ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે નૌ સેનાના જાંબાઝોને યાદ કરવામાં આવે છે. નેવી ડે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતીય નૌસેનાના જીતના જશ્નના રૂપમાં ઉજવવામાં આવે છે. પાકિસ્તાની સેના દ્વારા 3 ડિસેમ્બરે આપણા હવાઈ ક્ષેત્ર અને સરહદી ક્ષેત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાથી 1971 ના યુદ્ધની શરૂઆત થઈ હતી. પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવા માટે ‘ઓપરેશન ટ્રાઇડેંટ’ ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન પાકિસ્તાની નૌ સેનાના કરાચી સ્થિત મુખ્યાલયને નિશાના પર લઈને શરૂ કરવામાં આવ્યું હતું. એક મિસાઇલ બોટ અને બે યુદ્ધ જહાજો ધરાવતા એક આક્રમણકારી જૂથે કરાચીના દરિયાકાંઠે વહાણના જૂથ પર હુમલો કર્યો હતો. આ યુદ્ધમાં પહેલીવાર વહાણ પર એન્ટી શિપ મિસાઇલ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પાકિસ્તાનના ઘણા જહાજો નષ્ટ થઈ ગયા હતા. આ દરમિયાન પાકિસ્તાનના ઓઇલ ટેન્કરો પણ નાશ પામ્યા હતા.
કરાચી ઓઇલ ડેપો સાત દિવસ સુધી સળગતો રહ્યો
કરાચી હાર્બર ફ્યુઅલ સ્ટોરેજ નાશ કરાયા બાદ પાકિસ્તાન નૌ સેના તૂટી પડ્યું હતું. કરાચીના ઓઇલ ટેન્કરોમાં લાગેલી આગની જ્વાળાઓને 60 કિ.મી.ના અંતરેથી પણ જોઇ શકાતું હતું. કરાચી ઓઇલ ડેપોમાં લાગેલી આગ સાત દિવસ સુધી કાબુમાં આવી શકી ન હતી.
નૌસેના દિવસ 4 ડિસેમ્બરે કેમ ઉજવવામાં આવે છે?
1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં જીત મેળવનાર ભારતીય નૌકાદળની તાકાત અને બહાદુરીની યાદમાં નૌસેના દિવસની ઉજવણી કરવામાં આવે છે. 4 ડિસેમ્બર 1971ના રોજ ભારતીય નૌસેનાએ ‘ઓપરેશન ટ્રાઇડેંટ’ હેઠળ પાકિસ્તાનના કરાચી નૌકા મથક પર હુમલો કર્યો હતો. આ કામગીરીની સફળતાને ધ્યાનમાં રાખીને દર વર્ષે 4 ડિસેમ્બરે નૌસેના દિવસની ઉજવણી કરવામાં આવે છે.
ભારતીય નૌસેનાનો ઇતિહાસ
ભારતીય નૌસેનાએ ભારતીય સેનાનો દરિયાઇ ભાગ છે, જેની સ્થાપના 1612માં કરવામાં આવી હતી. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ તેના જહાજોની સુરક્ષા માટે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના મરીન તરીકે સેનાની રચના કરી હતી. જેને પાછળથી રોયલ ઈન્ડિયન નૌસેના નામ આપવામાં આવ્યું હતું. ભારતની આઝાદી પછી 1950માં નૌસેનાની ફરી રચના કરવામાં આવી અને તેનું નામ બદલી ભારતીય નૌસેના કરવામાં આવ્યું છે.
_Devanshi