Site icon Revoi.in

આંતરરાષ્ટ્રીય કઠોળ દિવસ કેમ ઉજવવામાં આવે છે. જાણો…

Social Share

“આંતરરાષ્ટ્રીય કઠોળ દિવસ” વિશ્વમાં દર વર્ષે 10 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. પોષણ અને ખોરાકની સલામતી માટે કઠોળ જરૂરી છે, અને વિશ્વમાં કઠોળનું મહત્વ સમજાવવા માટે વર્ષ 2016 માં આંતરરાષ્ટ્રીય કઠોળનું વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. આ પછી, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 10 ફેબ્રુઆરીને વિશ્વ કઠોળ દિવસ તરીકે ઉજવવાનો ઠરાવ પસાર કર્યો. ત્યારથી, તે “આંતરરાષ્ટ્રીય કઠોળ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.

“આંતરરાષ્ટ્રીય કઠોળ દિવસ” ની ઉજવણીનો ઉદ્દેશ

આધુનિકતાની દોડમાં ફાસ્ટ ફૂડના વલણને કારણે આપણા ખોરાકમાં કઠોળનો ઉપયોગ ઓછો થઈ રહ્યો છે. આને કારણે શરીરને સંપૂર્ણ પોષણ મળતું નથી. જેની અસર લોકો,ખાસ કરીને બાળકો અને યુવાનોના સ્વાસ્થ્ય ઉપર પડી રહી છે. લોકોના સ્વાસ્થ્ય અને ખાદ્ય સુરક્ષા માટે કઠોળ કેટલા મહત્વના છે, આ વાતને લોકો સુધી પહોંચાડવા અને દાળને ખોરાકમાં સામેલ કરવા માટે જાગૃતતા ફેલાવવાના ઉદ્દેશથી આ “આંતરરાષ્ટ્રીય કઠોળ દિવસ” ઉજવવામાં આવે છે.

સરળ ભાષામાં કઠોળને અનાજ કહેવામાં આવે છે,જ્યાંથી દાળ બનાવવામાં આવે છે,એટલે કે દાળ પેદા કરવા વાળી લણણીને
કઠોળ કહેવામાં આવે છે. ભારતમાં અનેક પ્રકારની દાળનો ઉપયોગ થાય છે. તે વનસ્પતિ જગતમાં પ્રોટીનનો મુખ્ય સ્રોત છે. ચણા,મેસુરની દાળ,રાજમા,વટાણા,મગની દાળ અને અડદ જેવી ઘણી દાળ કઠોળની નીચે આવે છે. કઠોળએ આપણા ખોરાકનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. તેમની વિશેષતા એ છે કે તેને રસોઈમાં બાફ્યા પછી પણ તેમના પોષક તત્વો સુરક્ષિત રહે છે. તેમાં ઘણાં પ્રોટીન અને વિટામિન હોય છે.

-દેવાંશી