શિવરાત્રીમાં શા માટે ભગવાન શિવને બિલી પત્ર ચઢાવાય છે,વાંચો કેટલીક જાણવા જેવી ખાસ વાતો
મહાશિવરાત્રીનો પર્વ આવી રહ્યો છે 18 ફેબ્રુઆરીના રોજ આ પર્વ છે.આ દિવસ ખાસ માનવામાં આવે છે, દેશભરમાં આ પર્વની ખૂબ જ ઉત્સાહથી ઉજવણી થાય છે, ભગવાન શિવની પૂજા આરધના કરાય છે, શિવલિંગની પ્રદક્ષિણા પણ કરવામાં આવે છે તો સાથે જ ઉપવાસ પણ રાખવામાં આવે છે, શિવલિંગને નિરાકાર માનવામાં આવે છે. શિવજી સ્મશાનમાં રહે છે, ભસ્મ ધારણ કરે છે. શિવજી ચંદ્ર, રુદ્રાક્ષ, લાંબી જટાના શ્રૃંગારના સ્વરૂપમાં ધારણ કરે છે. શિવ પૂજામાં બીલી પત્ર, ધતુરો, આંકડાના ફૂલ જેવા ફૂલ-પાંદડાઓ ચઢાવવામાં આવે છે. જો કે આ દિવસે ભગવાન શિવની પૂજાનું ખાસ મહત્વ છે, બીલી પત્ર પણ ભગવાનને ચઢાવવામાં આવે છો, તો ચાલો જાણીએ આ બિલી પત્રનું શું છે મહત્વ
ધર્મ અને શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ ખૂબ જ સરળતાથી પ્રસન્ન થાય છે. મહાદેવને લકઝરીની વસ્તુઓ પસંદ નથી. લોટાનું પાણી ચઢાવવાથી પણ મહાદેવ પ્રસન્ન થાય છે. મહાદેવની પૂજામાં મનગમતી વસ્તુઓ અર્પણ કરીને તે પ્રસન્ન થઈ જાય છે.
એવી માન્યતા છે કે બિલીના ઝાડ નીચે ભગવાન શિવના શિવલિંગની સ્થાપના કરીને દરરોજ સવારે જળ અર્પિત કરવાથી માણસના તમામ પાપો નાશ પામે છે અને તેને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. એવું કહેવાય છે કે બિલી વૃક્ષને માત્ર જોવાથી કે સ્પર્શ કરવાથી પણ વ્યક્તિનો બચાવ થઈ શકે છે.
બિલી પત્ર વિશે લોકોનું માનવું છે કે જે વ્યક્તિ શુદ્ધ હૃદયથી ભગવાન શિવને બે કે ત્રણ બેલપત્ર ચઢાવે છે, તે જીવનના સાગરમાંથી મુક્ત થઈ જાય છે. એવું પણ માનવામાં આવે છે કે જે ભક્ત ભગવાન શિવને અખંડ બિલીપત્ર અર્પણ કરે છે તે મૃત્યુ પછી ભગવાન શિવના ધામમાં જાય છે.
ત્રિનેત્રસ્વરૂપના રૂપમાં ભગવાન શિવની ત્રણ આંખોને બેલ પાત્રના ત્રણ પાંદડા વિશેષ પ્રિય છે. એટલા માટે ધ્યાન રાખો કે એક બેલપત્રમાં 3 પાન હોવા જોઈએ. ત્રણેય પાંદડા 1 તરીકે ગણવામાં આવે છે